IND vs NZ LIVE Rating: ભારત વિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચ પળેપળની અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs NZ 1st T20 Cricket Match Rating:  સંજુ સેમસનની અડધી સદી (67), કેપ્ટન શ્રેયસ ઐયરના 42 અને નમન ધીરના આક્રમક અણનમ 42 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.  આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બન્ને વચ્ચે બીજી ટી20 મેચ 24 ઓક્ટોબરે રમાશે.

ન્યૂઝીલેન્ડના બેસ્ટમેનોનું પ્રદર્શન

ન્યૂઝીલેન્ડની ટીમમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલા ટીમ શિફેક્ટે 17 બોલમાં 24 રન કર્યા હતા. જ્યારે ફિન એલેને 24 બોલમાં 45 રન, ડ્રેય મિશેલે 19 બોલમાં 28 રન, ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 82 રન, બેવોન જેકબે 16 બોલમાં 31 રન અને બ્રેકવેલે 6 બોલમાં 7 રન કર્યા હતા. 

ભારતીય બોલરોનું પ્રદર્શન

પહેલો બોલિંગ કરવા ઉતરેલી ભારતી ટીમના બોલરોના પ્રદર્શનની વાત કરીએ તો ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 49 રન, અર્શદિપ સિંહે 4 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી હતી, મયંક યાદવે 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 51 રન આપીને એક વિકેટ લીધી હતી. આ ઉપરાંત નિતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.

ભારતની પ્લેઇંગ ઇલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મયંક યાદવ.

ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન

ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

  • Oct 22, 2026 16:45 IST

    IND vs NZ LIVE Rating : પ્રથમ ટી20માં ભારતનો 4 વિકેટે વિજય

    સંજુ સેમસનની અડધી સદી (67), કેપ્ટન શ્રેયસ ઐયરના 42 અને નમન ધીરના આક્રમક અણનમ 42 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.  આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બન્ને વચ્ચે બીજી ટી20 મેચ 24 ઓક્ટોબરે રમાશે. નમન ધીરના 15 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 42 રન.

  • Oct 22, 2026 16:37 IST

    IND vs NZ LIVE Rating : શ્રેયસ ઐયર આઉટ

    શ્રેયસ ઐયર 28 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 42 રન બનાવી મિલ્નેની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 210 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

  • Oct 22, 2026 16:14 IST

    IND vs NZ LIVE Rating : અક્ષર પટેલ 24 રને આઉટ

    ઇશાન કિશન 3 બોલમાં 1 રને અને અક્ષર પટેલ 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 24 રને આઉટ થયો. ભારતે 167 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Oct 22, 2026 15:45 IST

    IND vs NZ LIVE Rating: સેમસન 67 રને આઉટ

    સંજુ સેમસન 33 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે 67 રન બનાવી સેન્ટનરની ઓવરમાં બોલ્ડ થયો. તિલક વર્મા 11 બોલમાં 6 રને બ્રેસવેલની ઓવરમાં કેચ આઉટ.

  • Oct 22, 2026 15:25 IST

    IND vs NZ LIVE Rating: ભારતની પહેલી વિકેટ, અભિષેક શર્મા આઉટ

    ભારતને પહેલો ફટકો પડ્યો છે. અભિષેક શર્મા 12 બોલમાં 29 રન બનાવીને કેચ આઉટ થયો છે. 

  • Oct 22, 2026 15:24 IST

    IND vs NZ LIVE Rating: સંજુ સેમસંગની ફિફ્ટી

    ભારતના ઓપનર બેસ્ટમેન સંજુ સેમસંગે 23 બોલમાં 50 રન ફટકારીને શ્રેણીની પહેલા ફિફ્ટી બનાવી છે. 

  • Oct 22, 2026 15:22 IST

    IND vs NZ LIVE Rating: 5 ઓવરમાં ભારતના 82 રન

    ભારતના ઓપનરની તોફાની બેટિંગ સાથે 5 ઓવરમાં ભારતના 82 રન થયા છે. સંજુ સેમસંગ 45 રન સાથે અને અભિષેક શર્મા 29 રન સાથે ક્રિઝ ઉપર છે. 

  • Oct 22, 2026 15:10 IST

    IND vs NZ LIVE Rating: ભારતના 50 રન પૂરા

    પહેલા બેટિંગ કરવા ઉતરેલા સંજુ સેમસંગ અને અભિષેક શર્માની 3.2 ઓવરમાં 50 રન ની ભાગીદારી સાથે ભારતના પણ 50 રન પુરા થયા છે. 

  • Oct 22, 2026 14:50 IST

    IND vs NZ LIVE Rating: ભારતની બેટિંગ શરુ

    ન્યૂઝીલેન્ડે આપેલા 226 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ભારતીય ટીમના બેસ્ટમેન સંજુ સેમસંગ અને અભિષેક શર્મા ક્રિઝ પર ઉતર્યા છે. 

  • Oct 22, 2026 14:38 IST

    IND vs NZ LIVE Rating: ભારતીય બોલરોનું પ્રદર્શન

    પહેલો બોલિંગ કરવા ઉતરેલી ભારતી ટીમના બોલરોના પ્રદર્શનની વાત કરીએ તો ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 49 રન, અર્શદિપ સિંહે 4 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી હતી, મયંક યાદવે 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 51 રન આપીને એક વિકેટ લીધી હતી. આ ઉપરાંત નિતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.

  • Oct 22, 2026 14:32 IST

    IND vs NZ LIVE Rating: ન્યૂઝીલેન્ડના 225 રન

    પહેલા બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના અંતે 225 રન ફટકાર્યા છે. જેના પગલે હવે મેચ જીતવા માટે ભારતે 226 રનનો ટાર્ગેટ પુરો કરવો પડશે.

  • Oct 22, 2026 14:17 IST

    IND vs NZ LIVE Rating: જેકબ્સ રન આઉટ થયા

    જેકબ્સ રન આઉટ થયા, ન્યૂઝીલેન્ડનો ચોથો પરાજય. માઈકલ બ્રેસવેલ હવે ક્રીઝ પર છે. ફિલિપ્સ પણ ક્રીઝ પર છે. 

  • Oct 22, 2026 14:08 IST

    IND vs NZ LIVE Rating: ગ્લેન ફિલિપ્સની ફિફ્ટી

    ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ગ્લેન ફિલિપ્સની ફિફ્ટી થઈ. ગ્લેન ફિલિપ્સે 28 બોલમાં 54 રન બનાવી પોતાની અડધી સદી નોંધાવી.

  • Oct 22, 2026 14:05 IST

    IND vs NZ LIVE Rating: ન્યૂઝીલેન્ડનો સ્કોર 150 રનને પાર

    ન્યૂઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 150 રનને પાર કરી ગયો છે. ફિલિપ્સ અને જેકોબ્સે મજબૂત ભાગીદારી બનાવી છે. ફિલિપ્સ તેની અડધી સદીની નજીક છે. જેકોબ્સે પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. કિવી ટીમ સરળતાથી ૨૦૦ થી વધુનો સ્કોર કરી શકે છે. 15 ઓવર પછી, ટીમનો સ્કોર 158/3 છે.

  • Oct 22, 2026 13:41 IST

    IND vs NZ LIVE Rating: ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી, ડ્રેન મિશેલ આઉટ

    અર્શદીપની ઓવરના પહેલા બોલ પર ડ્રેન મિશેલ ભૂવનેશ્વર કુમારના હાથે આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 28 રન બનાવ્યા.

  • Oct 22, 2026 13:24 IST

    IND vs NZ LIVE Rating: ભુવનેશ્વર કુમારે 17 રન આપ્યા

    પહેલા બે ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર ફક્ત 12 રન હતો. જોકે, ભુવનેશ્વર કુમારે ત્રીજી ઓવરમાં 17 રન આપ્યા. ટિમ સીફર્ટે આ ઓવરમાં બે ચોગ્ગા અને છેલ્લા બોલ પર એક છગ્ગો ફટકાર્યો. ત્રણ ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 29 છે.

  • Oct 22, 2026 13:22 IST

    IND vs NZ LIVE Rating: ન્યૂઝીલેન્ડે પોતાની બીજી વિકેટ ગુમાવી

    ન્યૂઝીલેન્ડે 80 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી. અક્ષર પટેલે ફિન એલનને આઉટ કર્યો. તેણે 24 બોલમાં 45 રન બનાવ્યા. તિલક વર્માએ કેચ પકડ્યો. 8 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 81/2 છે. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રીઝ પર છે.

  • Oct 22, 2026 13:19 IST

    IND vs NZ LIVE Rating: ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ લીધી

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20I શ્રેણીની પહેલી મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નીતીશ રેડ્ડી અને મયંક યાદવે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવ્યું, જ્યારે ભુવનેશ્વર કુમારે ચાર વર્ષ પછી ટી20Iમાં વાપસી કરી.

  • Oct 22, 2026 13:18 IST

    IND vs NZ LIVE Rating:ભુવીનું પુનરાગમન

    ભુવી ચાર વર્ષ પછી ભારત માટે T20I ફોર્મેટમાં રમતો જોવા મળશે. ભુવીએ અગાઉ ભારત માટે તેની છેલ્લી T20I મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી, પરંતુ તે મેચમાં તે વિકેટ ગુમાવી શક્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *