Share Market Diwali Muhurat Buying and selling : શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 29 પોઇન્ટ ઘટીને 80,999 બંધ થયો છે. તો એનએઇસઇ 44 પોઇન્ટ ઘટીને 25000 લેવલ નીચે 24986 બંધ થયા છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને ₹ 505.66 લાખ કરોડ થઇ હતી. બીએસઇ પર 3255 શેર વધીને જ્યારે 945 શેર ઘટીને બંધ થયા હતા.
શેરબજારમાં દિવાળી મુહૂર્ત નિમિત્તે ખાસ ટ્રેડિંગ સેશન યોજાય છે. આ વખતે 8 નવેમ્બર રવિવારના રોજ સ્ટોક એક્સચેન્જ બીએસઇ, એનએસઇ અને કોમોડિટી એક્સચેન્જ MCX, NCDEX પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશન થશે. સામાન્ય રીતે રવિવારે શેરબજાર અને કોમોડિટી બજારો બંધ રહે છે, જો કે આ વખતે દિવાળી હોવાથી રવિવાર પર ટ્રેડિંગ સેશન છે. અહીં દિવાળી મુહૂર્તિ ટ્રેડિંગના સમય અને તેના મહત્વ વિશે જાણારી આપી છે.
તહેવાર આજે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. શેરબજાર સામાન્ય રીતે રવિવારે બંધ રહે છે. પરંતુ આજે દિવાળીના કારણે શેરબજાર થોડા સમય માટે મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલશે. આ દરમિયાન રોકાણકારોને બજારમાં રોકાણ કરવાની તક મળશે.
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સમય
| સેશન | સમય ગાળો |
| પ્રી ઓપન સેશન |
બપોરે 2:05 થી બપોરે 2:20 સુધી |
| મુહૂર્ત ટ્રેડિંગ સેશન |
બપોરે 2:20 થી બપોરે 3:30 વાગ્યા સુધી |
| ટ્રેડિંગ બંધ થશે |
બપોરે 3:30 થી બપોરે 3:50 વાગ્યા સુધી |
| પોસ્ટ ક્લોઝિંગ સેશન |
બપોરે 3:50 થી સાંજના 4:00 સુધી |
MCX મુહૂર્ત ટ્રેડિંગ: કોમોડિટી માર્કેટ ટાઇમિંગ
જો એમસીએક્સ પર સ્પેશિયલ ટ્રેડિંગ સત્રની વાત કરીએ, તો પ્રી ઓપન ટ્રેડિંગ સેશન બપોરે 2:05 થી બપોરે 2:19 સુધી ચાલશે. ત્યારબાદ મુખ્ય ટ્રેડિંગ સેશન બપોરે 2:20 થી 3:30 વાગે સુધી થશે.
કોમોડિટી એક્સચેન્જના જણાવ્યા અનુસાર, તમામ કોમોડિટીઝ અને ઇન્ડેક્સના કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. ક્લાયન્ટ બપોરે 3:45 વાગ્યા સુધી કોડમાં ફેરફાર કરી શકશે.
મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
દર વર્ષે દિવાળીના અવસર પર શેરબજાર થોડા સમય માટે ખુલવામાં આવે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. રોકાણકારો તેને નવા વર્ષની શુભ શરૂઆત માને છે અને આ સમય દરમિયાન નવા રોકાણો અથવા શેર ખરીદવાની પરંપરા જળવાઈ રહે છે.
નવેમ્બરમાં શેરબજારમાં રજા
| તારીખ | દિવસ | તહેવાર |
| 10 નવેમ્બર 2026 | મંગળવાર |
દિવાળી બાલી પ્રતિપાડા |
| 24 નવેમ્બર 2026 | મંગળવાર |
દેવ દિવાળી, ગુરુનાનક જયંતિ |
-
Nov 08, 2026 15:53 IST
સન ફાર્મા 3 ટકા ઉછળ્યો, M&M 1 ટકા તૂટ્યો
આજે સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી 16 શેર ઘટીને બંધ થયા હતા. જેમાં સન ફર્મા 3 ટકા વધીને સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો. તો ટાટા સ્ટીલ 1.9 ટકા, મારૂતિ, સુઝુકી, પાવરગ્રીડ અને અદાણી પોર્ટ્સના શેર પોણા ટકા વધ્યા હતા. તો મહિન્દ્રા મહિન્દ્રા, ઇન્ડિગો, ટ્રેન્ટ, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ અડધા થી 1 ટકા સુધી નરમ હતા.
-
Nov 08, 2026 15:51 IST
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 81000 અને નિફ્ટી 25000 નીચે બંધ
શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 29 પોઇન્ટ ઘટીને 80,999 બંધ થયો છે. તો એનએઇસઇ 44 પોઇન્ટ ઘટીને 25000 લેવલ નીચે 24986 બંધ થયા છે.
-
Nov 08, 2026 15:37 IST
Zee એન્ટરટેન્મેન્ટ શેર 11 ટકા વધ્યો
ઝી એન્ટરટેન્મેન્ટ કંપનીનો શેર ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં 11 ટકા ઉછળીને ₹ 71 સુધી વધ્યો હતો. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં કંપનીએ ધોષણા કરી હતી કે, કંપનીના ડિરેક્ટર બોર્ડની તાજેતરમાં શેરમાં ઘટાડા બાદ રોકાણકારોની ચિંતા દૂર કરવાની ચર્ચા માટે ગુરુવાર 12 નવેમ્બરે બેઠક યોજાશે
-
Nov 08, 2026 15:32 IST
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં કેબલ શેર 20 ટકા ઉછળ્યો
શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં કેબલ કંપની Finolex Cables લિમિટેડનો શેર 20 ટકા ઉછળી ₹ 1309.90 બોલાયો હતો. આ સાથે જ કંપનીના માર્કેટકેપ વધીને ₹ 20000 કરોડને ક્રોસ કરી ગઇ હતી. પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ બાદ કંપનીનો શેર ઉછળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 70 ટકા ઉછળીને ₹ 272.92 કરોડ થયો થયો છે. તો આવક 65 ટકા વધીને ₹ 2269.33 કરોડ થઇ છે.
-
Nov 08, 2026 14:43 IST
સેન્સેક્સ 214 પોઇન્ટ વધીને ખુલ્યો, નિફ્ટી 25000 ઉપર મજબૂત
શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 214 પોઇન્ટ વધીને 81,442 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી 35 પોઇન્ટ વધીને 25,070 ખુલ્યો છે.
-
Nov 08, 2026 14:20 IST
શેરબજાર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ, પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ 285 પોઇન્ટથી વધુ ઉછળ્યો
શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા છે. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ 285 પોઇન્ટ વધીને 81311 અને નિફ્ટી 96 પોઇન્ટ વધીને 25126 ખુલ્યો હતો.
-
Nov 08, 2026 14:14 IST
નવેમ્બરમાં શેરબજારમાં રજા
તારીખ દિવસ તહેવાર 10 નવેમ્બર 2026 મંગળવાર દિવાળી બાલી પ્રતિપાડા
24 નવેમ્બર 2026 મંગળવાર દેવ દિવાળી, ગુરુનાનક જયંતિ
-
Nov 08, 2026 14:13 IST
મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
દર વર્ષે દિવાળીના અવસર પર શેરબજાર થોડા સમય માટે ખુલવામાં આવે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. રોકાણકારો તેને નવા વર્ષની શુભ શરૂઆત માને છે અને આ સમય દરમિયાન નવા રોકાણો અથવા શેર ખરીદવાની પરંપરા જળવાઈ રહે છે.
-
Nov 08, 2026 14:13 IST
MCX મુહૂર્ત ટ્રેડિંગ: કોમોડિટી માર્કેટ ટાઇમિંગ
જો એમસીએક્સ પર સ્પેશિયલ ટ્રેડિંગ સત્રની વાત કરીએ, તો પ્રી ઓપન ટ્રેડિંગ સેશન બપોરે 2:05 થી બપોરે 2:19 સુધી ચાલશે. ત્યારબાદ મુખ્ય ટ્રેડિંગ સેશન બપોરે 2:20 થી 3:30 વાગે સુધી થશે.
કોમોડિટી એક્સચેન્જના જણાવ્યા અનુસાર, તમામ કોમોડિટીઝ અને ઇન્ડેક્સના કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. ક્લાયન્ટ બપોરે 3:45 વાગ્યા સુધી કોડમાં ફેરફાર કરી શકશે.
-
Nov 08, 2026 14:13 IST
શેરબજાર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનનો સમય
તહેવાર આજે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. શેરબજાર સામાન્ય રીતે રવિવારે બંધ રહે છે. પરંતુ આજે દિવાળીના કારણે શેરબજાર થોડા સમય માટે મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલશે. આ દરમિયાન રોકાણકારોને બજારમાં રોકાણ કરવાની તક મળશે.
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સમય
સેશન સમય ગાળો પ્રી ઓપન સેશન બપોરે 2:05 થી બપોરે 2:20 સુધી
મુહૂર્ત ટ્રેડિંગ સેશન બપોરે 2:20 થી બપોરે 3:30 વાગ્યા સુધી
ટ્રેડિંગ બંધ થશે બપોરે 3:30 થી બપોરે 3:50 વાગ્યા સુધી
પોસ્ટ ક્લોઝિંગ સેશન બપોરે 3:50 થી સાંજના 4:00 સુધી
-
Nov 08, 2026 14:06 IST
આજે શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે