Well being Ideas : હોટલમાં જમ્યા પહેલા સ્ટાર્ટર તરીકે મસાલા પાપડ ખાઈએ છીએ. આ સ્વાદીષ્ટ પાપડ નાનાથી લઇને મોટા ઘણા લોકો ખાય છે. પરંતુ શું અડદ દાળના લોટમાંથી બનેલા આ પાપડ આપણા શુગર લેવલને કેવી રીતે અસર કરે છે?
મેટાબોલિક હેલ્થ કોચ કરણ સરીને સીજીએમનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કર્યું હતું. સરીને અડદની દાળમાંથી બનાવેલા પાપડ, તેમાં ડુંગળી, ટામેટાં, કોથમીર અને મરચાં ઉમેરીને ખાધાં હતાં. મસાલા પાપડ ખાધાના બે કલાક પછી તેમના બ્લડ શુગરમાં કોઇ વધારો થયો ન હતો. સરીને કહ્યું કે આ પાપડ ખૂબ જ પાતળો છે અને તેમાં કાર્બોહાઇટ્રે઼ડનું પ્રમાણ ઘણું ઓછું છે. સિવાય કે તમે તેને વધુ માત્રામાં ન ખાવ.
મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સારા છે
કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલના ક્લિનિકલ ડાયેટિશિયન સુમૈયા એ એ જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓ સહિત પાપડ મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સારા છે. જ્યારે શેકેલા પાપડ તળેલા પાપડ કરતા વધુ સારા છે, પરંતુ તેને દરરોજ ન ખાવા જોઈએ
પાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લોટમાં રહેલા પ્રોટીન અને ફાઇબર ફાયદાકારક હોઈ શકે છે; પરંતુ વધુ સોડિયમ કે વધારે તળેલા પાપડ ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દિલ્હીમાં સી બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન ડિરેક્ટર મનીષા અરોરાએ કહ્યું હતું કે મસાલા પાપડમાં કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ ઓછું હોઈ શકે છે. જોકે તેમાં મેંદાનો લોટ હોય છે, તેમાં ખાંડનું પ્રમાણ બહુ વધારે નથી. જોકે રિફાઇન્ડ લોટમાં મસાલા પાપડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) વધારે હોય છે.
ધ્યાનમાં લેવાનું એક મહત્વપૂર્ણ પરિબળ એ પાપડનું કદ છે. તમે કેટલો લોટ ખાઓ છો તે નક્કી કરે છે કે તમારા શરીરમાં કેટલો રિફાઇન્ડ લોટ જાય છે, જે ઊંચા GIને કારણે બ્લડ શુગરનાં સ્તરને વધારી શકે છે. તે સિવાય આપણે તેને શેનાથી ખાઈએ છીએ તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
મસાલા પાપડને શાકભાજી અથવા સલાડ જેવા ઉચ્ચ ફાઇબર અને નીચા GIવાળા ખોરાક સાથે ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગરની એકંદર અસરને ઘટાડી શકાય છે. ડૉ. અરોરાએ નોંધ્યું હતું કે માત્ર આ પાપડ અથવા તેના વધુ પડતા સેવનથી લોહીમાં શુગરના સ્તરમાં હળવાથી મધ્યમ વધારો થઈ શકે છે, જે વપરાશ પછીની પ્રથમ 30 થી 60 મિનિટમાં જ વધી શકે છે.
કુકરમાં ભરેલા કારેલા લસણ અને ડુંગળી વગર કેવી રીતે બનાવવા? કડવાશ દૂર કરવા માટે આ ઉપાય અજમાવો
ડૉ. અરોરા બીજી મહત્વની વાત બતાવે તે એ છે કે તમે પાપડ પીણાં અથવા અન્ય ઉચ્ચ-જીઆઇ ખોરાક સાથે સંયોજનમાં તેનું સેવન કરો છો કે નહીં. જેમ કે શુગરી ફિઝી ડ્રિંક્સ અથવા આલ્કોહોલ સાથે મસાલા પાપડનું સેવન – જેમાં ખાલી કેલરીનું પ્રમાણ વધારે હોય છે – લોહીમાં સુગરના સ્તરમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
ટામેટાં અથવા કાકડી જેવા ઉચ્ચ ફાઇબરવાળા ફુડ સાથે ખાવ
જો તેને ઓછી માત્રામાં ખાવામાં આવે અને ડુંગળી, ટામેટાં અથવા કાકડી જેવા ઉચ્ચ ફાઇબરવાળા ટોપિંગ્સ સાથે ખાવામાં આવે તો નાસ્તા તરીકે મસાલા પાપડ એક વાજબી વિકલ્પ હોઈ શકે છે. ડૉ. અરોરાએ જણાવ્યું કે આ ખોરાક તેમાં ફાઇબરની માત્રામાં વધારો કરે છે અને એકંદર ગ્લાયકેમિક અસરને ઘટાડે છે. શુગરનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે માત્રાને મર્યાદિત કરવાની અને તેની સાથે આવતા ખાદ્યપદાર્થો અને પીણાંને કાળજીપૂર્વક પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
