ગુલાબ અને તરબૂચથી બનાવો ઠંડુ-ઠુંડુ રોઝ મિલ્ક ફ્રૂટ પંચ, સ્વાદ એવો કે દિલ ખુશ થઇ જશે

ગુલાબ અને તરબૂચથી બનાવો ઠંડુ-ઠુંડુ રોઝ મિલ્ક ફ્રૂટ પંચ, સ્વાદ એવો કે દિલ ખુશ થઇ જશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Rose Milk Fruit Punch : ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા શરબતનો સ્વાદ શરીરમાં એક અલગ ઉર્જાથી ભરે છે. જો તમે પણ આ જ જૂની રીતથી બનનાર સમર ડ્રિંક્સ પીવાથી કંટાળી ગયા છો તો આ વખતે ઘરે રોઝ મિલ્ક ફ્રૂટ પંચ એટલે કે ગુલાબ મિલ્ક શરબત ટ્રાય કરો.  ગુલાબની સુગંધ, ઠંડુ દૂધ અને રસદાર તરબૂચનો સ્વાદ આ ડ્રિંક્સને ખૂબ જ ખાસ બનાવે છે. તેનો રંગ અને સ્વાદ બંને એટલો સરસ છે કે બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ તેને વારંવાર પીવા માંગશે.

રોઝ મિલ્ક ફ્રૂટ પંચ બનાવવાની રેસીપી

આ વસ્તુઓની જરૂર પડશે

  • 1 લિટર ઠંડુ દૂધ
  • 4-5 ચમચી રોઝ સીરપ 
  • 1 કપ તરબૂચના નાના ટુકડા 
  • 1/2 કપ દાડમના બીજ 1
  • 1/2 કપ સમારેલા ડ્રાય ફુટ્સ (વૈકલ્પિક) 
  • બરફના ટુકડા 
  • 1 મોટી ચમચી ગુલાબની પાંખડીઓ 2
  • 2 ચમચી પલાળેલા સબ્જા બીજ (ચિયા જેવા બીજ) – વૈકલ્પિક

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઠંડુ દૂધ લો. ત્યારબાદ તેમાં રોજ સિરપ ઉમેરો. 
  • આ પછી તેમાં બરફ નાખો અને પછી તેને સારી રીતે હલાવો.
  • હવે તમારે કાપેલા તરબૂચ, દાડમ અને બાકીના ફળ ઉમેરવાના છે.
  • ટોચ પર ગુલાબની પાંખડીઓ અને સબ્જા સીડ્સ ઉમેરો.
  • તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં વેનીલા આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો.
  • તમે તરબૂચને બદલે સ્ટ્રોબેરી અથવા લીચીનો ઉપયોગ પણ કરી શકો છો.
  • જો વધારે ગાઢ બનાવવું છે તો તમે થોડું રબડી ઉમેરી શકો છો.

તરબૂચ રોઝ મિલ્ક કૂલર રેસીપી

આ વસ્તુઓની જરૂર પડશે

  • 2 કપ ઠંડુ દૂધ
  • 1 કપ તરબૂચના નાના ટુકડા
  • 3 મોટી ચમચી રોઝ સીરપ
  • 1 ચમચી ખાંડ, (જરૂરિયાત મુજબ)
  • બરફના ટુકડા
  • 1 ચમચી પલાળેલા સબ્જા બીજ
  • થોડા કાપેલા બદામ-પિસ્તા
  • ગુલાબની સુકી પાંખડીઓ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સરમાં અડધું તરબૂચ અને થોડું દૂધ ઉમેરી હળવું બ્લેન્ડ કરી લો.
  • ત્યારબાદ એક મોટા વાસણમાં બાકી રહેલું દૂધ અને રોઝ સીરપ ઉમેરો.
  • તેમાં બ્લેન્ડ કરેલ તરબૂચ, બરફ અને બાકીના તરબૂચના ટુકડા ઉમેરો.
  • તેમાં પલાળેલા સબ્જા સીડ્સઉમેરો. 
  • ઉપર બદામ, પિસ્તા અને ગુલાબની પાંખડીઓ ઉમેરી ઠંડું ઠંડુ સર્વ કરો. 
  • વધુ ક્રીમી સ્વાદ માટે તમે થોડું કન્ડેન્સ્ડ દૂધ ઉમેરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *