Rose Milk Fruit Punch : ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા શરબતનો સ્વાદ શરીરમાં એક અલગ ઉર્જાથી ભરે છે. જો તમે પણ આ જ જૂની રીતથી બનનાર સમર ડ્રિંક્સ પીવાથી કંટાળી ગયા છો તો આ વખતે ઘરે રોઝ મિલ્ક ફ્રૂટ પંચ એટલે કે ગુલાબ મિલ્ક શરબત ટ્રાય કરો. ગુલાબની સુગંધ, ઠંડુ દૂધ અને રસદાર તરબૂચનો સ્વાદ આ ડ્રિંક્સને ખૂબ જ ખાસ બનાવે છે. તેનો રંગ અને સ્વાદ બંને એટલો સરસ છે કે બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ તેને વારંવાર પીવા માંગશે.
રોઝ મિલ્ક ફ્રૂટ પંચ બનાવવાની રેસીપી
આ વસ્તુઓની જરૂર પડશે
- 1 લિટર ઠંડુ દૂધ
- 4-5 ચમચી રોઝ સીરપ
- 1 કપ તરબૂચના નાના ટુકડા
- 1/2 કપ દાડમના બીજ 1
- 1/2 કપ સમારેલા ડ્રાય ફુટ્સ (વૈકલ્પિક)
- બરફના ટુકડા
- 1 મોટી ચમચી ગુલાબની પાંખડીઓ 2
- 2 ચમચી પલાળેલા સબ્જા બીજ (ચિયા જેવા બીજ) – વૈકલ્પિક
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઠંડુ દૂધ લો. ત્યારબાદ તેમાં રોજ સિરપ ઉમેરો.
- આ પછી તેમાં બરફ નાખો અને પછી તેને સારી રીતે હલાવો.
- હવે તમારે કાપેલા તરબૂચ, દાડમ અને બાકીના ફળ ઉમેરવાના છે.
- ટોચ પર ગુલાબની પાંખડીઓ અને સબ્જા સીડ્સ ઉમેરો.
- તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં વેનીલા આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો.
- તમે તરબૂચને બદલે સ્ટ્રોબેરી અથવા લીચીનો ઉપયોગ પણ કરી શકો છો.
- જો વધારે ગાઢ બનાવવું છે તો તમે થોડું રબડી ઉમેરી શકો છો.
ગરમીમાં રાંધેલો ખોરાક 3 કલાકની અંદર કેમ ખાઇ લેવો જોઈએ, આયુર્વેદ અને સાયન્સ શું કહે છે?
તરબૂચ રોઝ મિલ્ક કૂલર રેસીપી
આ વસ્તુઓની જરૂર પડશે
- 2 કપ ઠંડુ દૂધ
- 1 કપ તરબૂચના નાના ટુકડા
- 3 મોટી ચમચી રોઝ સીરપ
- 1 ચમચી ખાંડ, (જરૂરિયાત મુજબ)
- બરફના ટુકડા
- 1 ચમચી પલાળેલા સબ્જા બીજ
- થોડા કાપેલા બદામ-પિસ્તા
- ગુલાબની સુકી પાંખડીઓ
બનાવવાની રીત
- સૌ પ્રથમ મિક્સરમાં અડધું તરબૂચ અને થોડું દૂધ ઉમેરી હળવું બ્લેન્ડ કરી લો.
- ત્યારબાદ એક મોટા વાસણમાં બાકી રહેલું દૂધ અને રોઝ સીરપ ઉમેરો.
- તેમાં બ્લેન્ડ કરેલ તરબૂચ, બરફ અને બાકીના તરબૂચના ટુકડા ઉમેરો.
- તેમાં પલાળેલા સબ્જા સીડ્સઉમેરો.
- ઉપર બદામ, પિસ્તા અને ગુલાબની પાંખડીઓ ઉમેરી ઠંડું ઠંડુ સર્વ કરો.
- વધુ ક્રીમી સ્વાદ માટે તમે થોડું કન્ડેન્સ્ડ દૂધ ઉમેરી શકો છો.
