ગૌતમ અદાણીને US કોર્ટ તરફથી ક્લિન ચીટ, અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની ઓફર

ગૌતમ અદાણીને US કોર્ટ તરફથી ક્લિન ચીટ, અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની ઓફર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Gautam Adani Clear Chit In US Case : અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. અમેરિકાની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ક્લિન ચીટ આપી છે, આ સાથે અદાણી સામેના ફોજદારી કેસો ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના સંકેતો થોડા દિવસો પહેલા મળ્યા હતા. અમેરિકી ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ ગુનાહિત આરોપો રદ કરી દીધા છે.

ઘણા સમયથી ન્યૂયોર્કમાં આ કેસ ચાલી રહ્યો હતો. તેમની વિરુદ્ધ સિક્યોરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફરિયાદીઓ આ આક્ષેપો સાબિત થઈ શક્યા નથી. આવી સ્થિતિમાં કેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અદાણી અમિરાકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે

છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રૂપને અમેરિકામાં ઘણા કેસોમાં રાહત મળી છે. ગૌતમ અદાણીના વકીલ રોબર્ટ ગિયુલિયાની જુનિયરે તો એમ પણ કહ્યું છે કે ઉદ્યોગપતિ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરવા માંગે છે, પરંતુ પેન્ડિંગ કેસોને કારણે તે આવું કરી શક્યા નથી. રોબર્ટ ગિયુલિયાની એ જ વકીલ છે જે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ તરીકે કામ કરી રહ્યા છે.

ગૌતમ અદાણી સામેના આક્ષેપો વિશે વાત કરીએ તો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં સોલાર પાવર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે કથિત રીતે 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અદાણીની કંપની પર શું આરોપ છે?

આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝ પર ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ હતો. જો કે, હવે આ કેસની પતાવટ થઈ ગયો છે. કંપની અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ વચ્ચે કરાર થયો છે.

અમેરિકન સંસ્થા એસઈસી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન)એ અગાઉ ગૌતમ અદાણીની કંપની પર આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી વિશે ગેરમાર્ગે દોરતી માહિતી શેર કરવામાં આવી હતી. જો આ આરોપો કોર્ટમાં સાબિત થાય તો ગૌતમ અદાણીને 60 લાખ ડોલરનો દંડ અને સાગર અદાણીને 12 મિલિયન ડોલર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

અમેરિકાની સંસ્થા OFAC (ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ) એ આરોપ લગાવ્યો હતો કે નવેમ્બર 2023 અને જૂન 2025 ની વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝે દુબઈની એક ટ્રેડિંગ કંપની પાસેથી એલપીજી ખરીદ્યું હતું. સૌથી મોટો આક્ષેપ એ હતો કે કંપનીએ અખબારોમાં કહ્યું હતું કે ગેસ ઓમાન અને ઇરાકથી લાવવામાં આવી રહ્યો છે, પરંતુ એવા ઘણા સંકેતો હતા કે ગેસ ખરેખર ઇરાનથી આવ્યું હતું.

કેસ કેમ બંધ કરવામાં આવ્યો?

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝે અમેરિકન બેંકો દ્વારા 32 પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જેની કૂલ વેલ્યૂ લગભગ 192 મિલિયન ડોલર હતી. OFAC એ આને યુએસ પ્રતિબંધોના સંભવિત ઉલ્લંઘન તરીકે જોયું હતું.

જો કે, બાદમાં OFAC એ એમ પણ કહ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. કંપનીએ આંતરિક તપાસ હાથ ધરી હતી, તમામ જરૂરી માહિતી પૂરી પાડી હતી અને સુધારાત્મક પગલાં પણ લીધાં હતાં. એજન્સીના જણાવ્યા અનુસાર, કંપનીએ બાદમાં ભારતમાં એલપીજીની આયાત બંધ કરી દીધી હતી અને તેની પ્રતિબંધ પાલન નીતિને પણ મજબૂત કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *