ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા આઠ જેટલા શંકાસ્પદ આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ નેટવર્કનો પર્દાફાશ કરાયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ ડિજિટલ માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સરહદ પાર બેઠેલા હેન્ડલર્સના સંપર્કમાં હતા અને સ્થાનિક સ્તરે યુવાનોનું બ્રેઈનવોશ કરીને સ્લીપર સેલ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા તેમજ કોઈ મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે આતંકી મોડ્યુલને તોડી પાડ્યું છે. 

હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે જેમાં અન્ય કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આરોપીઓની ઓળખ

  1. અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા
  2. ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘઘા
  3. મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા
  4. ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા
  5. મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દૌવા
  6. મોહમ્મદ અબ્દુલ રહેમાન સવદી
  7. બિલાલ મોહમ્મદ અમ્માર ઘઘા
  8. મોહમ્મદ અમીલ શેરા

ગુજરાત એટીએસ અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ જૈશ-એ-મોહમ્મદ વતી સક્રિય રીતે કામ કરી રહ્યા હતા જેથી ગુજરાત રાજ્યમાં તેની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકાય. UAPA ની કલમ 13, 17, 18, 38, 39 અને BNS ની કલમ 148, 61 હેઠળ તમામ 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *