મુંબઈ વરસાદ : અમિતાભ બચ્ચનના 50 કરોડના બંગલામાં ભરાયા પાણી, અજય દેવગણનું ઘર ‘શિવશક્તિ’ પણ જલમગ્ન, જુઓ વીડિયો

મુંબઈ વરસાદ : અમિતાભ બચ્ચનના 50 કરોડના બંગલામાં ભરાયા પાણી, અજય દેવગણનું ઘર ‘શિવશક્તિ’ પણ જલમગ્ન, જુઓ વીડિયો

મનોરંજન ENTERTAINMENT
Spread the love


mumbai rain  : મુંબઈના ભારે વરસાદને કારણે બોલિવૂડ સ્ટાર્સના આલીશાન બંગલાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આજકાલ મુંબઈ વરસાદના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન વરસાદી પાણીને કારણે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અજય દેવગનના બંગલાની બહાર વરસાદી પાણી ભરેલા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતાની સાથે જ યુઝર્સે બીએમસીને સવાલ કરવાનું શરૂ કરી દીધું હતું કે જો આવા પોશ વિસ્તારમાં રહેતા સેલેબ્સના ઘરની આ હાલત છે તો સામાન્ય લોકોની શું હાલત હશે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે  વીડિયો પોસ્ટ કર્યો

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા ‘જનક’ની બહારનો નજારો બતાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. અમિતાભના લગભગ 50 કરોડના બંગલા પાસે વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે અને અભિનેતાનો બંગલો પણ પાણીમાં ભરાઈ રહ્યું છે. તેમના બંગલાની બહાર રાખેલા કુંડા પણ અડધા ડૂબી ગયા છે. મુંબઈના વરસાદમાં રસ્તાઓ પર આ સ્થિતિ રહેવી એકદમ સામાન્ય વાત છે, પરંતુ મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાં રહેતા મોટા-મોટા સેલેબ્સના આ વૈભવી બંગલાઓમાં પાણી ભરાઇ જવા તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ વીડિયો રેકોર્ડ કરતા ઈન્ફ્લુએન્સરે કહ્યું કે તમે જાતે જોઈ શકો છો કે અમિતાભ બચ્ચનનો બંગલો પણ વરસાદી પાણીથી ભરી ગયો છે. ચારે બાજુ પાણી છે. મુંબઈમાં ભારે વરસાદની અસર એવી છે કે કરોડો રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ પણ તેનાથી બચી શકી નથી. 

અજય દેવગણના ઘરમાં પણ પાણી ભરાયા

અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત અભિનેતા અજય દેવગણના ઘર ‘શિવશક્તિ’માં પણ પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓથી લઇને તેમના ઘરમાં પાણી જોવા મળ્યું હતું. જોકે આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિતિ બંગલા ‘જનક’ની બહાર પાણી ભરાયું હોય.

યુઝર્સ આ તસવીરો અને વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે વિશ્વની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસીની આ સ્થિતિ જોઈને હેરાની થાય છે. સૌથી વધુ ટેક્સ આપનારમાં સામેલ અમિતાભ બચ્ચનના ઘરની નજીક આવી પરિસ્થિતિ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

ફિલ્મ ‘આવારાપન 2’ નું ટીઝર રિલીઝ, ઇમરાન હાશ્મી જૂના અંદાજમાં જોવા મળ્યો

એક તરફ આ સેલિબ્રિટીના ઘરની બહારના વરસાદી પાણી ભરાતા પરેશાન છો. તો કેટલાક કલાકારો મુંબઈના આ વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા. અભિનેત્રી તમન્ના ભાટિયાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો જેમાં અભિનેત્રી વરસાદની મજા માણતી જોવા મળી હતી. તે તેના ફ્લેટની બાલ્કનીમાં વરસાદમાં ડાન્સ કરતી જોવા મળી હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *