ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ

ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


chotila Rajkot freeway accident: ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર છાસવારે ગમખ્વાર અકસ્માતો થતાં રહે છે. ત્યારે ફરી એકવાર ચોટીલા નજીક આ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ધ્રુજારી વછૂટી જાય એવો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અને 10 મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથધરી હતી.

ટેન્કર-ખાનીગ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર બાદ આગ

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ચોટીલા-રાજકોટ હાઈવે પર બુધવારે મોડી રાત્રે આશરે 2.30 વાગ્યાના અરસામાં સાંગાણી ગામ નજીક ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ તફથી ચોટલી તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ભારે ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે ચોટીલા-રાજકોટ હાઈવે પર જતાં ડામર ભરેલા ટેન્કરનું ટાયર અચાનક ફાટ્યું હતું. જેના કારણે ટેન્કરેની ગતિ ખોરવાઈ હતી. આમ પાછળથી ફૂલ સ્પીડમાં આવતી ખાનગી ટ્રાવેલ્સ તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આમ કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં આગ લાગી

ઘટના અંગે વધુ મળથી માહિતી પ્રમાણે ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સની ટક્કર એટલી ભયંકર હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ પણ વાંચોઃ-  મોંઘવારીનો માર! અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *