Cannes 2026: કાન્સ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો રાજકુમારી લુક, ચહેરા પરથી નજર નહીં હટે

Cannes 2026: કાન્સ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો રાજકુમારી લુક, ચહેરા પરથી નજર નહીં હટે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Alia Bhatt Look In Cannes 2026 : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા ભટ્ટ ફરી એકવાર ફેન્સ સ્ટાઇલને લઇ ચર્ચામાં છે. ગયા વર્ષે યાદગાર ડેબ્યૂ કર્યા પછી આ વખતે પણ આલિયા તેના સ્ટાઇલિશ અને આકર્ષક લુક્સથી સતત ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.બુધવારે સાંજે આલિયાએ આઇસ બ્લુ કલરનો ખૂબ જ સુંદર ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તે ફેસ્ટિવલમાં A Lady’s Life ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટનો લુક કોઇ  રાજકુમારી જેવો દેખાતો હતો. આલિયા ભટ્ટે તેની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

કાન્સ 2026માં આલિયા ભટ્ટના આઉટફિટ

આલિયા ભટ્ટના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના ચાર લુક્સ વાયરલ થયા છે. જેમા પ્રથમ લુકમાં, આલિયા ભટ્ટ લાઇટ બ્લુ અને ગ્રીન શેડ્સ સાથે ડબલ ગ્રેડિએન્ટ પ્રિન્સેસ સ્ટાઇલ ડ્રેસ પહેર્યો હતો. જેની માટે કોઇ જ્વેલરી વગર મિનિમલ લુક પસંદ કર્યો હતો, લાઇટ મેકઅપ અને બન હેર સ્ટાઇલ કરી હતી. 

રેડ કાર્પેટ માટે, તેમણે બ્લશ પિંક સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું, જેમાં સ્ટ્રક્ચર્ડ કોર્સેટ્સ અને ફ્લોઇ શીયર ડ્રેપ્સ હતા. તેની સાથે પિંક જેમસ્ટોન નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સે આલિયા ભટ્ટની સુંદરતા વધારી હતી.

કાન્સ ફેસ્ટિવલ 2026ના બીજા દિવસે આલિયાએ ઈન્ડિયન અને મોર્ડન ફેશનનો ફ્યુઝન ડ્રેસ પહેર્યો હતો. તેણે આઇવરી ચંદેરી ધોતી સ્કર્ટ સાથે સાથે એમ્બ્રોઇડરી કોર્સેટ પહેર્યું હતું. આ આઉટફિટ સાથે સોફ્ટ ડ્રેપ્સ, કાઉલ ડિટેઇલિંગ અને લોંગ ટ્રેઇ હતા. રાઇનસ્ટોન બિંદી અને નોઝ રિંગ સાથે લુક કમ્પલિટ કર્યો હતો.

બોલિવુડમાં જેન્ડર બેલેન્સ પર આલિયાનો અભિપ્રાય

ફેશન સિવાય આલિયા ભટ્ટે બોલિવૂડમાં જેન્ડર ડાયનેમિક્સ પર પણ વાત કરી હતી. The Hollywood Reporter India  સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં બોક્સ ઑફિસ વિશે અવારનવાર એવું કહેવામાં આવે છે કે 75 ટકા પ્રેક્ષકો પુરુષ હોય છે એટલે એ મુજબ ફિલ્મો બનાવવામાં આવે છે.

આલિયા ભટ્ટે સવાલ કર્યો હતો કે, જો માત્ર પુરુષ દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવામાં આવે તો મહિલાઓનું શું થશે? તેમણે કહ્યું કે ફિલ્મો એક જેન્ડર પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ ફિલ્મની સ્ટોરી સૌથી મહત્ત્વની બાબત હોવી જોઈએ – પછી ભલે ફિલ્મમાં પુરુષ સ્ટાર હોય કે સ્ત્રી હોય.

આ પણ વાંચો | બોલીવુડમાં ક્યા એક્ટર પાસે સૌથી વધુ સોનું છે? નામ જાણી આશ્ચર્ય થશે

આલિયા ભટ્ટ અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લવ એન્ડ વોર ફિલ્મમાં જોવા મળશે, જેમાં રણબીર કપૂર અને વિકી કૌશલ કો સ્ટાર છે. આ ઉપરાંત તે Alpha મૂવીની તૈયારી કરી રહી છે, જેમાં શર્વરી અને બોબી દેઓલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *