ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગોધરામાં આવેલા એક મતદાન મથકની અંદર મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ લાગવાની ઘટનાને પગલે મતદાન કેન્દ્ર પર હાજર રહેલા કર્મચારીઓ અને વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે આગની તીવ્રતા વધે તે પહેલા જ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને કેન્દ્રમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

શહેરના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલમાં સ્થિત મતદાન મથકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચૂંટણી સ્ટાફે સમયસર ઈવીએમ મશીનોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધાં હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આગની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *