SMC Bharti 2026: સુરતમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

SMC Bharti 2026: સુરતમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


SMC Biomedical Engineer bharti 2026 : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોમેડીકલ ઈજનેરની બે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

સુરત મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત બાયોમેડીકલ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી 

સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટ બાયોમેડીકલ ઈજનેર
જગ્યા 2
નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડ ઓનલાઈન
વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની શરુઆતની તારીખ 4-4-2026
અરજી કરવાની છેલ્લી તારીખ 14-4-2026
ક્યાં અરજી કરવી https://www.suratmunicipal.gov.in/

SMC ભરતી 2026, પોસ્ટની વિગતો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બાયોમેડીકલ વિભાગમાં 11 માસ માટે બાયોમેડીકલ ઈજનેરની બે જગ્યાઓ ફીક્સ વેતનથી ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2026થી શરુ થશે જે 14 એપ્રિલ 2026 સુધી ચાલશે.

શૈક્ષણિક લાયકાત

અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો બી.ઈ. (બાયો મેડીકલ એન્જીનીયરિંગ) અથવા બી.ઈ. (બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરિંગ) અને તે પાસ કર્યા બાદ હોસ્પિટલ ઈક્વીપમેન્ટ્સની કામગીરીનો બે વર્ષનો અનુભવ જરૂરી. 

વય મર્યાદા

સુરત મહાનગરપાલિકા ભીરત અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ભરતીની જાહેરાત

કરિયર સંબંંધી આ સમાચાર પણ વાંચો

અરજી કેવી રીતે કરવી

  • સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
  • અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
  • યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *