Share Market Crash: શેરબજાર લોહીલુહાણ; સેન્સેક્સ 2497 પોઇન્ટ ધરાશાયી, રોકાણકારોના ₹ 12.3 લાખ કરોડ ડુબ્યા

Share Market Crash: શેરબજાર લોહીલુહાણ; સેન્સેક્સ 2497 પોઇન્ટ ધરાશાયી, રોકાણકારોના ₹ 12.3 લાખ કરોડ ડુબ્યા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information Right this moment Spotlight In Gujarati : શેરબજારમાં ત્રણ દિવસની તેજીને ગુરુવારે બ્રેક લાગી અને સેન્સેક્સ નિફ્ટી જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 2497 પોઇન્ટનો કડાકો બોલાયો અને 74307 બંદ થયો છે. શેરબજાર બંધ થવાની પહેલા સેન્સેક્સ 23950 ઇન્ટ્રા ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી  775 પોઇન્ટ તૂટી 23002 બંધ થયો છે. નિફ્ટી માટે 23000 મહત્વનું સપોર્ટ લેવલ છે. સેન્સેક્સના તમામ શેર અને બીએસઇના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તૂટ્યા છે. આજે શેરબજારના રોકાણકારોને 12 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.

ઈઝરાયલ ઇરાન યુદ્ધ ચાલુ રહેવાથી દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઇ છે. વધુમાં ડોલર સામે રૂપિયો સતત ઘટવાથી ભારત સામે મોટી સમસ્યા સર્જાઇ છે. આવી સ્થિતિમાં શેરબજારમાં ત્રણ દિવસના સુધારાને બ્રેક લાગતા ગુરુવારે સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1954 પોઇન્ટના કડાકા સાથે 74750 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટીમાં 580 પોઇન્ટનો કડાકો બોલાયો અને 23,197 ખુલ્યો હતો.

US ફેડ રિઝર્વે વ્યાજ સ્થિર રાખ્યા, ક્રૂડમાં ઉછાળાથી મોંઘવારી વધશે

યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર સ્થિર રાખ્યા છે. બુધવારે અમેરિકાની મધ્યસ્થ બેંકે ધિરાણનીતિ જાહેરાત કરતા કહ્યું કે, બેન્ચમાર્ક વ્યાજદરો 3.5 થી 3.75 ટકાની રેન્જમાં કોઇ ફેરફાર વગર યથાવત્ રાખામાં આવ્યા છે, જે અનિશ્ચિતતા અને મોંઘવારી સતત વધવાનું જોખમ જાણી શકાય. ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે, ઇંધણના ભાવ વધતા મોંઘવારી વધી શકે છે.

એશિયન બજારોમાં પણ કડાકો

ઈઝરાયલ ઇરાન યુદ્ધની ચિંતામાં એશિયન બજારો પણ તૂટ્યા છે. જાપાનના નિક્કેઇ શેરબજારમાં 1730 પોઇન્ટનો  કડાકો બોલાયો છે. તો હોંગકોંગ બજાર 461 પોઇન્ટ, તાઇવાન 420 પોઇન્ટ, દક્ષિણ કોરિયાનું બજાર 130 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 600 પોઇન્ટ જેટલો તૂટ્યો છે.

જાપાનની મધ્યસ્થ બેંક વ્યાજદર સ્થિર રાખ્યા

બેંક ઓફ જાપાને તેના મુખ્ય નીતિગત વ્યાજદર 0.75 ટકા સ્થિર રાખ્યા છે. ધિરાણનીતિના નિર્ણાયકોએ મીડલ ઇસ્ટના સંઘર્ષથી વધી રહેલા જોખમને ઓળખું લીધું છે. મધ્યસ્થ બેંકે આર્થિક પરિસ્થિતિને લઇ અનિશ્ચિતતા તરફ ઇશારો કર્યો છે. 

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામું, શેર 5 ટકા તૂટ્યો

એચડીફએસી બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું છે. ચેરમેનના રાજીનામા બાદ HDFC બેંકનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો અને 800 રૂપિયા ભાવ બોલાયો હતો. આ સાથે HDFC બેંક શેર સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. તેમણે બેંકની કામગીરી કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ કેકે મિસ્ત્રીને ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

  • Mar 19, 2026 16:12 IST

    બીએસઇના તમામ ઇન્ડેક્સ તૂટ્યા

    શેરબજારમાં પેનિક સેલિંગથી બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તૂટ્યા છે. ઓટો ઇન્ડેકસ 2305 પોઇન્ટ, બેંકેક્સ 2064 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 1992 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1902 પોઇન્ટ અને હેલ્થકેર ઇન્ડેક્સ 1000 પોઇન્ટ તૂટ્યા છે. બેંક નિફ્ટી 1875 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 979 પોઇન્ટ ઘટ્યા છે.

  • Mar 19, 2026 16:08 IST

    રોકાણકારોના ₹ 12.35 લાખ કરોડ ડુબ્યા

    શેરબજારમાં 2500 પોઇન્ટના કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે બીએસઇની માાર્કેટકેપ 12.35 લાખ કરોડ રૂપિયા ઘટીને 426.53 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 438.88 લાખ કરોડ રૂપિયા હતી. શેરબજારમાં તીવ્ર વેચવાલીથી બીએસઇના 1051 શેર વધીને જ્યારે 3192 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.

  • Mar 19, 2026 16:05 IST

    સેન્સેક્સ અને નિફ્ટીના બધા શેર તૂટ્યા

    શેરબજારમાં તીવ્ર વેચવાલીથી સેન્સેક્સના તમામ 30 બ્લૂચીપ શેર તૂટ્યા હતા. ટોપ 5 લૂઝર શેરમાં ઇટરનલ 5.6 ટક, બજાજ ફાઈનાન્સ 5.5 ટકા, મહિન્દ્રા સવા પાંચ ટકા, એચડીએફસી 5.2 ટકા અને લાર્સન 4.7ટકા તૂટયા હતા. એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના 49 શેર ઘટીને બંધ થયા હતા. એક માત્ર ONGC શેર 1.5 ટકા વધ્યો હતો.

  • Mar 19, 2026 16:02 IST

    સેન્સેક્સ 2497 પોઇન્ટ ધરાશાયી, નિફ્ટી 775 પોઇન્ટ ધડામ

    શેરબજારમાં ત્રણ દિવસની તેજીને ગુરુવારે બ્રેક લાગી અને સેન્સેક્સ નિફ્ટી જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 2497 પોઇન્ટનો કડાકો બોલાયો અને 74307 બંદ થયો છે. શેરબજાર બંધ થવાની પહેલા સેન્સેક્સ 23950 ઇન્ટ્રા ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી  775 પોઇન્ટ તૂટી 23002 બંધ થયો છે. નિફ્ટી માટે 23000 મહત્વનું સપોર્ટ લેવલ છે. 

  • Mar 19, 2026 14:45 IST

    સેન્સેક્સ 2200 પોઇન્ટ ધડામ, નિફ્ટી 660 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં તીવ્ર વેચવાલીથી સેન્સેક્સ 2200 પોઇન્ટ તટૂયો અને 74,487 થયો હતો. તો નિફ્ટી 660 પોઇન્ટથી વધુ ઘટી 23110 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ, ઇટરનલ, મહિન્દ્રા, એચડીએફસી બેંક અે લાર્સનના શેર 4 થી 6 ટકા જેટલા જેટલા તૂટ્યા છે. 

  • Mar 19, 2026 13:58 IST

    મેટલ માર્કેટમાં મંદી, કોપર વાયદો અઢી મહિનાને તળિયે

    ઈઝરાયલ ઈરાન યુદ્ધથી વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાઇ છે, જેની અસરે મેટલ માર્કેટમાં પણ મંદીનો માહોલ છે. કોપર વાયદો ઘટીને ડિસેમ્બર પછીની નીચી સપાટીએ આવી ગયો છે. આજે શાંઘાઇ એક્સચેન્જ પર કોપર વાયદો 1.1 ટકા ઘટીને 12262 ડોલર પ્રતિ ટન બોલાતો હતો. માર્ચ મહિનામાં આ મેટલ વાયદો 8 ટકાથી વધુ તૂટ્યો છે. એમસીએક્સ કોપર વાયદો 44 રૂપિયા કે 3.8 ટકા ઘટીને 1100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડિંગ કરી રહ્યો છે. એલ્યુમિનિયમ વાયદો 0.2 ટકા ઘટીને 3393 ડોલર અને સિંગાપુરમાં આયર્ન વાયદો 0.3 ટકા ઘટીને 107 ડોલર પ્રતિ ટન બોલાઇ રહ્યો છે. 

  • Mar 19, 2026 09:57 IST

    HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામું, શેર 5 ટકા તૂટ્યો

    એચડીફએસી બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું છે. ચેરમેનના રાજીનામા બાદ HDFC બેંકનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો અને 800 રૂપિયા ભાવ બોલાયો હતો. આ સાથે HDFC બેંક શેર સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. તેમણે બેંકની કામગીરી કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ કેકે મિસ્ત્રીને ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

  • Mar 19, 2026 09:53 IST

    જાપાનની મધ્યસ્થ બેંક વ્યાજદર સ્થિર રાખ્યા

    બેંક ઓફ જાપાને તેના મુખ્ય નીતિગત વ્યાજદર 0.75 ટકા સ્થિર રાખ્યા છે. ધિરાણનીતિના નિર્ણાયકોએ મીડલ ઇસ્ટના સંઘર્ષથી વધી રહેલા જોખમને ઓળખું લીધું છે. મધ્યસ્થ બેંકે આર્થિક પરિસ્થિતિને લઇ અનિશ્ચિતતા તરફ ઇશારો કર્યો છે. 

  • Mar 19, 2026 09:50 IST

    એશિયન બજારોમાં પણ કડાકો

    ઈઝરાયલ ઇરાન યુદ્ધની ચિંતામાં એશિયન બજારો પણ તૂટ્યા છે. જાપાનના નિક્કેઇ શેરબજારમાં 1730 પોઇન્ટનો  કડાકો બોલાયો છે. તો હોંગકોંગ બજાર 461 પોઇન્ટ, તાઇવાન 420 પોઇન્ટ, દક્ષિણ કોરિયાનું બજાર 130 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 600 પોઇન્ટ જેટલો તૂટ્યો છે.

  • Mar 19, 2026 09:37 IST

    US ફેડ રિઝર્વે વ્યાજ સ્થિર રાખ્યા, ક્રૂડમાં ઉછાળાથી મોંઘવારી વધશે

    યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર સ્થિર રાખ્યા છે. બુધવારે અમેરિકાની મધ્યસ્થ બેંકે ધિરાણનીતિ જાહેરાત કરતા કહ્યું કે, બેન્ચમાર્ક વ્યાજદરો 3.5 થી 3.75 ટકાની રેન્જમાં કોઇ ફેરફાર વગર યથાવત્ રાખામાં આવ્યા છે, જે અનિશ્ચિતતા અને મોંઘવારી સતત વધવાનું જોખમ જાણી શકાય. ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે, ઇંધણના ભાવ વધતા મોંઘવારી વધી શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *