Honor X7e Plus 4G Launch : ઓનર એક્સ7ઇ પ્લસ 4જી ફોન લોન્ચ થયો છે. તે એક Lite 4G વેરિયન્ટ છે. ઓનર એક્સ7ઇ પ્લસ ફોનમાં 256GB Storage સ્ટોરેજ પાવરફુલ 8100mAh બેટરી, IP69K રેટિંગ, 6 વર્ષની બેટરી હેલ્થ અને AI Button આવે ઘણા ફીર્સ મળે છે. ચાલો લેટેસ્ટ ઓનર X7e Plus 4G ફોનની કિંમત અને ફીચર્સ
Honor X7e Plus 4G ફીચર્સ
ઓનર X7e પ્લસ 4G સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 16 બેઝ્ડ MagicOS 10 છે. તેમા ક્વાલકોમ સ્નેપડ્રેગન 685 ચિપસેટ છે. તે 6 નોનોમીટર ફેબ્રિકેશન પર બનેલું ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 1.9 ગીગાહર્ટ્ઝ થી લઇ 2.8ગીગાહર્ટ્ઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરી શક છે.
ઓનર X7e Plus 4G ફોનમાં 6GB RAM અને 256GB Storage મળે છે. આ મોબાઇલ Honor RAM Turbo ટેક્નોલોજીથી સજ્જ છે. ફોનમાં 6 જીબી વર્ચ્યુઅલ રેમ ઉમેરીને કુલ 12 જીબી સુધી વધારી શકાય છે. બ્લૂટૂથ અને વાઇફાઇ જેવા ક્નેક્ટિવિટી ફીચર્સ સ ાથે આ ફોનમાં NFC સપોર્ટ મળે છે.
ઓનર X7e Plus 4G ફોનમાં પાવરફુલ 8100mAh બેટરી છે, જે 45W સુપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપની આ ફોનને 6 વર્ષની બેટરી હેલ્થ આપે છે.
ઓનર એક્સ7ઇ પ્લસ ફોનમાં 1592 x 720 પિક્સલ રિઝોલ્યૂશન વાળી 6.87 ઇંચની HD+ સ્ક્રીન છે. આ પંચ હોલ ડિસ્પ્લે TFT LCD પેનલ પર બનેલું છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1020nits બ્રાઇટનેસ સપોર્ટ કરેછે. આ ફોનમાં Low Blue Gentle અને Dynamic Dimming જેવા ફીચર્સ મળે છે, જે મોબાઇલ ચલાવતી વખતે આંખોને થતા નુકસાનથી ઘણી હદ સુધી બચાવે છે.
ફોટો ગ્રાફી માટે ઓનર X7e Plus 4G ફોનમાં LED ફ્લેશથી સજ્જ 108 મેગાપિક્સલનો મેન કેમેરા છે, જે સેકેન્ડરી IA લેન્સ સાથે મીને કામ કરે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે આ ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. વોયરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે આ ફોનને IP68 + IP69 + IP69K રેટિંગ મળ્યું છે.
ઓનર X7e Plus 4G ફોનમાં SGS સર્ટિફાઇડ ડ્યૂરેબલ બોડી છે, એટલે કે 2.5 મીટરની ઉંચાઇથી નીચે પડવા પણ પણ મોબાઇલ તૂટશે નહીં. પાણી, તેલ અને ગરમ પ્રવાસી પડવા પર પણ મોબાઇલ સુરક્ષિત રહેશે. આ ફોનમાં ડેડિકેટેડ AI Button પણ છે, જે સિંગલ ટેપ પર ઘણા એડવાન્સ એઆઈ ફીચર્સ એક્સેસ આપે છે.
ઓનર X7e Plus 4G સ્માર્ટફોન સનરાઇઝ ઓરેન્જ, ડેઝર્ટ ગોલ્ડ અને વેલવેટ બ્લેક કલરમાં રજૂ કરાયો છે. કંપનીએ હજી સુધી આ સ્માર્ટફોનની કિંમત જાહેર નથી.
