શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવો, અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

રાષ્ટ્રીય NATIONAL
Spread the love



Easy methods to Get Rid of Dandruff in Winter : ભારતના ઘણા રાજ્યોમાં હવામાન બદલવા લાગ્યું છે. ખાસ કરીને સવારે અને સાંજે થોડી ઠંડી લાગે છે. શિયાળામાં ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ સામાન્ય બની જાય છે, જેમાં ડેન્ડ્રફ પણ સામેલ છે. ઘણા લોકો એવા હોય છે જેમને શિયાળાની ઋતુમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થવાનું શરૂ થાય છે. બહારની ઠંડી હવા અને ઘરની અંદર હીટરની ગરમ હવા ખોપરી ઉપરની ચામડીમાં ભેજની માત્રામાં ઘટાડો કરી શકે છે. આનાથી માથામાં ખંજવાળ, શુષ્કતા અને સફેદ પોપડા થાય છે.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તમે કેટલીક ઘરેલું પદ્ધતિઓની મદદથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો.

ટી ટ્રી ઓઇલ 

ટી ટ્રી તેલમાં એન્ટિફંગલ ગુણો હોય છે, જે ખોપરી ઉપરની ચામડી પર ડેન્ડ્રફ ઉત્પન કરતી ફંગશને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ માટે નાળિયેર તેલમાં તેના થોડા ટીપાં મિક્સ કરીને ખોપરી ઉપરની ચામડી પર હળવા હાથે મસાજ કરો. તેને લગભગ 30 મિનિટ માટે છોડી દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી ખંજવાળ અને શુષ્કતામાં રાહત મળી શકે છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ માથાની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરી શકે છે. તે શુષ્કતાને કારણે થતા પોપડીની સમસ્યાને પણ ઘટાડી શકે છે. આ માટે બે ચમચી નાળિયેર તેલને હળવેથી ગરમ કરો અને પછી તેને માથાની ત્વચા પર સારી રીત લગાવી મસાજ કરો. તેને થોડા કલાકો માટે છોડી દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

એલોવેરા જેલ

એલોવેરા જેલ પણ શિયાળાની ઋતુમાં શુષ્ક ત્વચા અને ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. એલોવેરામાં ઠંડક અને બળતરા ઘટાડવાના ગુણો હોય છે. આ માથાની ત્વચાની બળતરા અને ખંજવાળને શાંત કરવામાં મદદ કરી શકે છે. આ માટે માથાની ત્વચા પર તાજા એલોવેરા જેલ લગાવીને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

સફરજન સિરકો

સફરજનના સિરકાને માથાની ત્વચાના પીએચને સંતુલિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે તે ફૂગને વધતા અટકાવવામાં પણ મદદ કરી શકે છે. આ માટે એક ભાગ સફરજન સિરકામાં એક ભાગ પાણી સાથે મિક્સ કરો. શેમ્પૂ કર્યા બાદ આ મિશ્રણને વાળ પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો.

ઓમેગા-3 ફેટી એસિડ

ઓમેગા -3 ફેટી એસિડ દિલને હેલ્ધી રાખવાની સાથે માથાની ત્વચા માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે. તે વાળનો ખોડો, ખંજવાળ અને અન્ય ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમે તમારા આહારમાં અખરોટ, અળસી અને માછલી જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે એક્સપર્ટ પાસેથી સલાહ લેવી જરુરી છે.)

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *