Final Up to date:
વર્ષ 2024 માં તાપસી છેલ્લે ખેલ ખેલ મેં જોવા મળી હતી. ત્યારબાદ એક્ટ્રેસ લગભગ બે વર્ષ પછી ફરીથી મોટા પડદા પર વાપસી કરી રહી છે. તાપસીની અપકમિંગ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
તાપસી પન્નુ ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરી રહી છે. લગભગ 2 વર્ષના લાંબા અંતર પછી એક્ટ્રેસ આગામી ફિલ્મ અસ્સીમાં જોવા મળશે. અસ્સીનું ઓફિશિયલી એનાઉન્સ કરવામાં આવ્યું છે. ફિલ્મની પહેલી ઝલક સામે આવતા જ દર્શકોએ ધ્યાન ખેંચ્યું છે. તાપસીનો દમદાર અવતાર ચર્ચાનો વિષય બન્યો છે. ભલે તાપસી પન્નુ છેલ્લાં બે વર્ષથી પડદાથી દૂર હોય, પરંતુ એ સતત કોઈને કોઈ પ્રોજેક્ટ્સમાં કામ કરતી હોય છે. હવે એની આગામી ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. ‘અસ્સી’ માં તાપસી એક એવી ભૂમિકામાં જોવા મળશે જે ન્યાય માટે પોતાનો અવાજ ઉઠાવે છે. ફિલ્મનો વિષય ગંભીર, સંવેદનશીલ અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલો છે.
મોશન પોસ્ટર છે જોરદાર
23 જાન્યુઆરી 2026 ના રોજ ‘અસ્સી’ની પહેલી ઝલક એક મોશન પોસ્ટરના રૂપમાં રિલીઝ થઈ છે. આ મોશન પોસ્ટર ફિલ્મની કહાનીની ઝલકની સાથે-સાથે ટોન પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે. પોસ્ટરમાં તાપસી દમદાર લુકમાં જોવા મળી રહી છે. તાપસીના ફેસ પર લોહીના છાંટા છે અને આંખોમાં ડર દેખાઈ રહ્યો છે, જે એક કહાનીની ગંભીરતા દર્શાવે છે. મોશન પોસ્ટરમાં એક ચોંકાવનારું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે જે સ્કૂલની બેગ લઈને બાળકી ભાગતી જોવા મળી રહી છે અને પાછળથી ત્રણ વ્યક્તિ એનો પીછો કરી રહી છે. આ સાથે ટેગલાઇનમાં લખ્યું છે કે એ રાત્રે એ ઘરે નહીં પહોંચે. આ લાઇન પરથી ફિલ્મની કહાની જોરદાર હશે એવું લાગી રહ્યું છે.
મોશન પોસ્ટર શેર કરતા તાપસી પન્નુએ કેપ્શનમાં લખ્યું છે કે બહુ સમય થઈ ગયો છે. જ્યારથી અમે આ નોર્મલ કરી દીધું છે ત્યારે કોર્ટમાં મળીએ છીએ. મારો મતલબ છે કે થિયેટરમાં મળીએ. આ કેપ્શન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે ‘અસ્સી’ એક કોર્ટ રૂમ ડ્રામા હશે જેમાં તાપસી સંભવત એક વકીલના રોલમાં જોવા મળશે. પોસ્ટરના ઝલક પરથી અંદાજો લગાવી શકો છો કે તાપસી એક બાળકીને ન્યાય અપાવવા માટેની કાનૂની લડાઈ માટે લડશે. આમ, વાત કરવામાં આવે તો આ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
Mumbai,Maharashtra

