સમોસા-કચોરીને બદલે ઝટપટ બનાવો ચટપટા ફ્લાવર કટલેટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


સાંજના સમયે જ્યારે ભૂખ લાગે ત્યારે કંઈક સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાનું મન થાય છે. જો તમે એવો નાસ્તો શોધી રહ્યા હોવ જે તમારા સ્વાદને એકદમ સંતોષી દે તો ફ્લાવરના કટલેટ જરૂર અજમાવો. તે બનાવવા ખૂબ જ સરળ છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે. વળી તે બધાને ચોક્કસ ગમશે! તો ચાલો જાણીએ કે આ શાનદાર ફ્લાવરના કટલેટ કેવી રીતે બનાવવા.

ફ્લાવરના કટલેટ માટેની સામગ્રી

  • એક મધ્યમ કદનું ફ્લાવર
  • 1 બટાકું
  • 1 ડુંગળી
  • 1 લીલું મરચું
  • અડધી ચમચી અજમો
  • 1 ચપટી હળદર
  • અડધી ચમચી ચીલી ફ્લેક્સ (કચરેલા લાલ મરચાં)
  • 2 મોટી ચમચી ચણાનો લોટ (બેસન)
  • 2 મોટી ચમચી ચોખાનો લોટ
  • અડધો કપ ઝીણી સમારેલી તાજી કોથમીર
  • સ્વાદ મુજબ મીઠું અને તળવા માટે તેલ.

ફ્લાવરના કટલેટ કેવી રીતે બનાવવા?

સૌપ્રથમ એક મધ્યમ કદનું ફ્લાવર લો અને તેને સારી રીતે ધોઈ લો. ફ્લાવરને પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ તેને છીણી લો. છીણેલા ફ્લાવરમાં બાફીને મેશ કરેલું બટાકું, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું મરચું, અડધી ચમચી અજમો, એક ચપટી હળદર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, બે મોટી ચમચી ચણાનો લોટ, બે મોટી ચમચી ચોખાનો લોટ, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

આ પણ વાંચો: ઘરે જ બનાવો બજાર જેવી મલાઈદાર ‘લચ્છેદાર રબડી’, દરેક ચમચામાં મળશે હલવાઈ જેવો સ્વાદ, નોંધી લો સરળ રીત

જો મિશ્રણ બરાબર બંધાતું ન હોય તો તમે તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. જ્યારે મિશ્રણ બરાબર બંધાઈ જાય ત્યારે તેના નાના ભાગ લઈને તેમાંથી પેટીસ અથવા કટલેટનો આકાર આપો.

ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ કે તવી મૂકો તેમાં થોડું તેલ નાખો. હવે તૈયાર કરેલી પેટીસને એક પછી એક તેના પર મૂકો અને મધ્યમ આંચ પર જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન (સોનેરી) ન થાય ત્યાં સુધી સારી રીતે પકાવો. હવે તમારા ફ્લાવરના કટલેટ તૈયાર છે. તેને ગરમાગરમ કોથમીરની ચટણી સાથે પીરસો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *