શેરબજાર સમાચાર, સેન્સેક્સ 1718 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 પાર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information As we speak Spotlight In Gujarati : શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સ 1718 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 પાર શેરબજારમાં સળંગ સાતમાં દિવસે આગઝરતી તેજીથી સેન્સેક્સ 71000 અને નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ થયા છે. આજે સેન્સેક્સ 1718 પોઇન્ટ ઉછળીને 81,028 બંધ થયો છે. તો NSE Nifty 494 પોઇન્ટ વધીને 25030 બંધ થયા છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી ધનતેરસના દિવસે શેરબજારના રોકાણકારો ધનવર્ષા થઇ હતી.

એશિયન શેરબજારોમાં શુક્રવારે મંદીનો માહોલ હતો. એઆઈ સ્ટોકમાં ભારે વેચવાલીથી યુએસ માર્કેટ સહિત તમામ એશિયન બજારો તૂટ્યા છે. આજે જાપાન Nikkei 3660 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો તાઇવાન બજાર 1250 પોઇન્ટ, કોરિયા Kospo 250 પોઇન્ટ જેટલા ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. સિંગાપોર, થાઇલેન્ડટ, શાંઘાઇ અને હોંગકોંગ માર્કેટ પણ 50 પોઇન્ટ આસપાસ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો Reward Nifty ઇન્ડેક્સ 175 પોઇન્ટ નરમ છે. 

નાસ્ડેક 5.5 ટકા ધડામ, વોલ સ્ટ્રીટમાં એપ્રિલ 2025 બાદ સૌથી મોટી વેચવાલી

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પરિણામ બાદ યુએસ શેરબજારો તૂટ્યા છે. એઆઈ અને ટેક્નોલોજી સ્ટોકમાં વેચવાલીથી નાસ્ડેક કમ્પોઝિટ 5.5 ટકા ઘટીને 24315 સુધી તૂટ્યો હતો, જે 19 મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. જે સંકેત આપે છે કે સ્ટોક માર્કેટ હવે કરેક્શન મોડમાં પ્રવેશી ચુક્યું છે. 

  • Nov 06, 2026 16:06 IST

    ધનતેરસ પર રોકાણકારો પર ₹ 1.55 લાખ કરોડની ધનવર્ષા

    શેરબજારમાં તેજીથી BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન વધીને ₹ 503.10 લાખ કરોડ થઇ હતી. જે ગઇકાલે ₹ 501.55 લાખ કરોડ હતી. આમ ધનતેરસના દિવસે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં ₹ 1.55 લાખ કરોડ થઇ હતી. ઐતિહાસિક ઉછાળા વચ્ચે પણ આજે બીએસઇ પર 1873 શેર વધીને જ્યારે 2529 શેર ઘટીને બંધ થયા હતા, જે શેરબજારમાં આંતર પ્રવાહ નબળો હોવાના સંકેત આપે છે.

  • Nov 06, 2026 16:02 IST

    થર્મેક્સ લિમિટેડ શેરમાં 17 ટકાનો કડાકો

    ભારે ઇલેક્ટ્રિક ઉપકરણ ઉત્પાદક કંપની Thermax લિમિટેડનો શેરમાં 19 ટકાથી મોટો કડાકો બોલાયો અને શેર ₹ 2670 વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. સેશનના અંતે શેર 17.5 ટકા ઘટીને ₹ 2742 બંધ થયો હતો. શેર ઘટવાનું કારણ નબળાં પરિણામ છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 4.2 ટકા ઘટીને ₹ 115 કરોડ અને આવક 11 ટકા વધીને ₹ 2756 કરોડ થઇ છે.

  • Nov 06, 2026 15:59 IST

    M&M 6 ટકા ઉછળ્યો, બેંક શેરમાં તેજી

    શેરબજારમાં એંકદરે સાર્વત્રિક તેજીથી સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાંથી એક માત્ર પાવરગ્રીડ શેર અડધો ઘટ્યો ટકો હતો. મહિન્દ્રા મહિન્દ્રા 6.1 ટકા વધીને સેન્સેક્સનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. તો ICICI બેંક 4.6 ટકા, HDFC બેંક 3.6 ટકા, ટાયટન 3.4 ટકા અને એક્સિસ બેંક 3.2 ટકા વધીને બંધ થયા હતા.

  • Nov 06, 2026 15:53 IST

    શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સ 1718 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 પાર

    શેરબજારમાં સળંગ સાતમાં દિવસે આગઝરતી તેજીથી સેન્સેક્સ 71000 અને નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ થયા છે. આજે સેન્સેક્સ 1718 પોઇન્ટ ઉછળીને 81,028 બંધ થયો છે. તો NSE Nifty 494 પોઇન્ટ વધીને 25030 બંધ થયા છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી ધનતેરસના દિવસે શેરબજારના રોકાણકારો ધનવર્ષા થઇ હતી.

  • Nov 06, 2026 15:48 IST

    Astral લિમિટેડમાં 12 ટકા કડાકો, શેર 52 અઠવાડિયાને તળિયે

    શેરબજારમાં ઐતિહાસિક તેજી વચ્ચે એસ્ટ્રલ લિમિટેડ શેરમાં મોટો કડાકો બોલાયો હતો. એસ્ટ્રલ લિમિટેડ શેર ઇન્ટ્રાડે 12 ટકાથી વધુ ઘટીને ₹ 1,216 બોલાયો હતો, જે 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ છે. સેશનના અંતે શેર 9.5 ટકા ઘટીને ₹ 1254 બંધ થયો છે. કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 6 ટકા ઘટીને ₹ 127 કરોડ થયો છે. તો આવક 26.1 ટકા વધીને ₹ 1988 કરોડ થઇ છે. કંપનીનો EBITDA 1.6 ટકા વધીને ₹ 261 કરોડ અને માર્જિન 16.3 ટકાથી ઘટીને 13.1 ટકા થયો છે. 

  • Nov 06, 2026 12:16 IST

    સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળી 80000 પાર, M&M 5 ટકા વધ્યો

    શેરબજારમાં સળંગ સાતમાં દિવસે આગેકૂચ યથાવત રહી છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 700 પોઇન્ટ ઉછળીને 80000 લેવલ ક્રોસ કરવામાં સફળ થયો છે. ત્યારબાદ સેન્સેક્સ ઘટ્યો અને બપોરે 12 વાગે આસપાસ 550 પોઇન્ટની મજબૂતીમાં 79900 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પણ ઇન્ટ્રા ડે 24600 લેવલ ક્રોસ કર્યું છે અને 95 પોઇન્ટના સુધારામાં 24630 લેવલ આસપાસ છે. મહિન્દ્રા મહિન્દ્રા શેર 5 ટકા વધ્યો છે.

  • Nov 06, 2026 09:31 IST

    સેન્સેક્સ 100 પોઇન્ટ મજબૂત, નિફ્ટી સપાટ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ એશિયન બજારોની મંદી વચ્ચે એકંદરે સુધારે ખુલ્યા છે. ધનતેરસના દિવસે સેનસેક્સ 103 પોઇન્ટ સુધરીને 79,413 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી ફ્લેટ 24,538 ખુલ્યા બાદ હાલ 27 પોઇન્ટ ઘટીને 24500 લેવલ આસપાસ છે. આજે મહિન્દ્રા મહિન્દ્રા અને આઈટી જેવા બ્લુચીપ શેર 1 થી 4 ટકા સુધી વધ્યા છે.

  • Nov 06, 2026 09:05 IST

    નાસ્ડેક 5.5 ટકા ધડામ, વોલ સ્ટ્રીટમાં એપ્રિલ 2025 બાદ સૌથી મોટી વેચવાલી

    અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પરિણામ બાદ યુએસ શેરબજારો તૂટ્યા છે. એઆઈ અને ટેક્નોલોજી સ્ટોકમાં વેચવાલીથી નાસ્ડેક કમ્પોઝિટ 5.5 ટકા ઘટીને 24315 સુધી તૂટ્યો હતો, જે 19 મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. જે સંકેત આપે છે કે સ્ટોક માર્કેટ હવે કરેક્શન મોડમાં પ્રવેશી ચુક્યું છે. 

  • Nov 06, 2026 09:01 IST

    AI સ્ટોકમાં વેચવાલીથી એશિયન બજારોમાં કડાકો

    એશિયન શેરબજારોમાં શુક્રવારે મંદીનો માહોલ હતો. એઆઈ સ્ટોકમાં ભારે વેચવાલીથી યુએસ માર્કેટ સહિત તમામ એશિયન બજારો તૂટ્યા છે. આજે જાપાન Nikkei 3660 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો તાઇવાન બજાર 1250 પોઇન્ટ, કોરિયા Kospo 250 પોઇન્ટ જેટલા ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. સિંગાપોર, થાઇલેન્ડટ, શાંઘાઇ અને હોંગકોંગ માર્કેટ પણ 50 પોઇન્ટ આસપાસ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો Reward Nifty ઇન્ડેક્સ 175 પોઇન્ટ નરમ છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *