S Jaishankar meets Russian President Vladimir Putin : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયશંકરે પુતિનને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની આગામી સમિટમાં તમને (વ્લાદિમીર પુતિન) મળવા અને બ્રિક્સ સમિટ માટે તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ભારત આવતા મહિને દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે, જેમાં આ જૂથના 11 દેશોના નેતાઓ એક સાથે આવશે.
જયશંકર બે દિવસના સત્તાવાર પ્રવાસે છે
વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસના સત્તાવાર પ્રવાસે રશિયાની યાત્રા પર ગયા છે. ત્યાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક કરી હતી. જયશંકરે પહેલા પીએમ મોદી વતી પુતિનને શુભેચ્છાઓ પાઠવી હતી અને રશિયાના રાષ્ટ્રપતિને વડા પ્રધાનનો વ્યક્તિગત સંદેશ પણ આપ્યો હતો.
પીએમ મોદીએ પુતિનને મોકલ્યો વ્યક્તિગત સંદેશ
વિદેશ મંત્રીએ પુતિનને દિવસની શરૂઆતમાં યોજાયેલી ભારત-રશિયા ઇન્ટરગર્વમેન્ટલ બેઠકના પરિણામો વિશે માહિતી આપી હતી અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગમાં વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જયશંકરે કહ્યું કે સૌથી પહેલા હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. તેમણે મને એક ખાનગી સંદેશ આપ્યો છે જે હું તમને આપવા માંગુ છું.
તેમણે કહ્યું કે આપણી ઇન્ટરગર્વમેન્ટલ બેઠક બેઠક થઇ. મને લાગે છે કે કુલ મળીને અમારી પાસે તમને આપવા માટે એક સારો અહેવાલ છે. મને લાગે છે કે આપણા આર્થિક સહયોગ, વેપાર, ઊર્જા, ખાતર, પરમાણુ અને અન્ય ક્ષેત્રોમાં પણ તેમના વિશે વિગતવાર વાત કરવામાં મને આનંદ થશે. એકંદરે, મને લાગે છે કે આપણો આર્થિક સહયોગ જબરદસ્ત રીતે વધ્યો છે.
પીએમ મોદી પુતિનને મળવા માટે ઉત્સુક
વિદેશ મંત્રીએ પુતિન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક માટે પીએમ મોદીની યોજનાઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી એસસીઓ સમિટમાં તમને મળવા, ત્યારબાદ બ્રિક્સ સમિટ માટે ભારતમાં તમારું સ્વાગત કરવા અને બાદમાં તમારા બંનેના મતે વાર્ષિક સમિટ કરવા ઉત્સુક છે. જેથી આપણે સહયોગનું ખૂબ જ મજબૂત ચિત્ર રજૂ કરી શકીએ.
બ્રિક્સ 11 દેશોનો સમૂહ
બ્રિક્સ એ દુનિયાના 11 એશિયન વિકાસશીલ દેશોનું જૂથ છે. જેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેલ છે.
આ જૂથ વૈશ્વિક અને પ્રાદેશિક મહત્વના સમકાલીન મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે ચર્ચા અને સહકાર માટે એક મંચ તરીકે કામ કરે છે. આ મુદ્દાઓમાં વૈશ્વિક રાજકીય અને આર્થિક શાસનને લગતી બાબતોનો પણ સમાવેશ થાય છે. આગામી સમિટ સભ્ય દેશોને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાની તક પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
Happy to name on President Vladimir Putin of Russia in Moscow as we speak. Handed over a private message from Prime Minister @narendramodi.
Briefed him on the deliberation held beneath the twenty seventh IRIGC-TEC, reviewing our cooperation throughout a variety of domains. Worth his steerage… pic.twitter.com/jAWTLqUrEp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 24, 2026
રશિયા અને ભારત વચ્ચે વેપાર વધ્યો
રાષ્ટ્રપતિ પુતિને આ વર્ષે બંને દેશો વચ્ચે વેપારમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આનું શ્રેય પીએમ મોદીના ભારત-રશિયા સંબંધોના વિકાસ પર વ્યક્તિગત ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પુતિને કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે આ વર્ષે અમારો વેપાર વધ્યો છે. ગયા વર્ષે તેમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે તે વધી રહ્યો છે. આનો શ્રેય મુખ્યત્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, જેઓ રશિયા-ભારત સંબંધો સુધારવા પર વ્યક્તિગત રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આખી જિંદગી ભીખ માંગતી રહી, મોત પછી ઘરમાંથી મળ્યા લાખો રુપિયા, 30 બોરીઓ ભરી મળી આવ્યા પૈસા
પુતિને પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી
રશિયન રાષ્ટ્રપતિએ જયશંકરને પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવવા જણાવ્યું હતું અને એસસીઓ સમિટ દરમિયાન તેમને મળવાની આશા વ્યક્ત કરી હતી.
પુતિને કહ્યું કે વાતચીતની શરૂઆતમાં હું તમને મોદી સુધી મારી શુભકામનાઓ પાઠવવા માટે કહેવા માંગુ છું. મને આશા છે કે SCO અંતર્ગત આપણી યોજના પ્રમાણે હું જલદી તેમને મળી શકીશ. અમારો કાર્યક્રમ એવો છે કે કદાચ આ વર્ષે અમે ફરી મળી શકીશું.
રશિયા વધારી રહ્યું છે ફર્ટિલાઇઝરની સપ્લાઇ
પુતિને કહ્યું કે ઘણા મુદ્દાઓ છે. આમાંનો એક મુદ્દો માત્ર ઊર્જા જ નહીં પરંતુ ખાતરનો પુરવઠો પણ છે. અમે ભારતીય ખેડૂતો અને ખેતી માટે આ સમસ્યાને ઉકેલવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે તેનો પુરવઠો વધારી રહ્યા છીએ અને ભવિષ્યમાં તે કરવા માટે તૈયાર છીએ. તે જ સમયે, પરમાણુ ઊર્જા, હાઇટેક ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પણ એજન્ડા પર છે અને તેના પર પ્રગતિ થઈ રહી છે.
