જીવનશૈલી | ઈંડા (Eggs) એ અમુક ખોરાકમાંથી એક છે જેમાં કુદરતી રીતે વિટામિન ડી હોય છે. જ્યારે તેને ઓલિવ તેલ અને એવોકાડો તેલ જેવા હેલ્ધી ચરબી સાથે કુક કરવામાં આવે છે, ત્યારે વિટામિન ડી શરીર દ્વારા વધુ સરળતાથી શોષાય છે.
ઈંડામાં હેલ્ધી ફેટ્સ કેમ ઉમેરવી?
વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સમાંનું એક છે, જેમાં વિટામિન A, E અને Kનો સમાવેશ થાય છે. આ વિટામિન્સ શરીર દ્વારા કાર્યક્ષમ રીતે શોષાય તે માટે ખોરાકમાં ચોક્કસ માત્રામાં ચરબી હોવી જોઈએ.
ઇંડામાંથી વિટામિન ડી મેળવવાની સાચી રીત
જ્યારે તમે ફેટયુક્ત ભોજન ખાઓ છો, ત્યારે તે નાના આંતરડામાં પિત્ત અને પાચન રસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ વિટામિન્સને ‘માઇસેલ્સ’ નામના નાના કણોમાં રૂપાંતરિત કરે છે, જે તેમને આંતરડાની દિવાલોમાંથી લોહીના પ્રવાહમાં વધુ સરળતાથી પસાર કરવામાં મદદ કરે છે.
ઈંડાની જરદીમાં કુદરતી રીતે ચરબી હોય છે. જો કે તેમાં વધુ હેલ્ધી ફેટ્સ ઉમેરવાથી વિટામિન ડીનું શોષણ ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
ઈંડા સાથે તમે કયાહેલ્ધી ફેટ્સ ખાઈ શકો છો?
ઈંડામાં હૃદયને સ્વસ્થ રાખતી ચરબીનો સમાવેશ કરવાથી માત્ર વિટામિન ડીનું શોષણ જ નહીં, પણ ભોજનના એકંદર પોષણ મૂલ્યમાં પણ વધારો થાય છે. ઈંડાને ઓલિવ તેલમાં કુક કરવાથી અથવા શાકભાજીમાં થોડું ઓલિવ તેલ ઉમેરીને ઈંડા સાથે ખાવાથી શરીરને જરૂરી મોનોઅનસેચ્યુરેટેડ ચરબી મળે છે.
એવોકાડોના ટુકડા હોલ વિટના ટોસ્ટમાં અથવા નાસ્તાના બાઉલમાં ઈંડા સાથે ઉમેરી શકાય છે. આનાથી વિટામિન ઉપરાંત ફાઈબર અને પોટેશિયમ મળશે.
અખરોટ, બદામ, ચિયા સીડ્સ અને કોળાના બીજ સલાડ અથવા ઈંડા ધરાવતા અનાજના વાનગીઓમાં સમાવી શકાય છે. સૅલ્મોન જેવી માછલીને ઈંડા સાથે સમાવી શકાય છે જેથી ચરબી અને વિટામિન ડી બંને મળી શકે.
ટોસ્ટ સ્પ્રેડ સાથે બદામ માખણ અથવા પીનટ બટર સાથે ઈંડા ખાવાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું ઉત્તમ મિશ્રણ થાય છે. ઈંડા સાથે ચીઝ, દહીં, પનીર વગેરેનો સમાવેશ કરવાથી કેલ્શિયમ, પ્રોટીન અને ચરબી મળશે.
શું તમે બાળકને દરરોજ ફ્રૂટ જ્યુસ પીવડાવો છો? અભ્યાસ શું કહે છે?
શું ઈંડા કુક કરવાની રીતથી કોઈ ફરક પડે?
સામાન્ય રીતે ઈંડા ઉકાળવા,ફ્રાય કરવા, સ્ક્રેમ્બલિંગ અને તળવાથી વિટામિન ડીની માત્રામાં ખાસ ફેરફાર થતો નથી. સામાન્ય કુકીંગ ટેમ્પરેચર દ્વારા વિટામિન ડી સરળતાથી નાશ પામતો નથી. જો કે કેટલાક અભ્યાસો સૂચવે છે કે જ્યારે ઈંડાને લાંબા સમય સુધી ઊંચા તાપમાને શેકવામાં આવે છે ત્યારે વિટામિન ડી નાશ થઇ શકે છે.
