મારુતિની નવી બ્રેઝા SUV લોન્ચ, ટર્બો એન્જીન, 5 સ્ટાર સેફ્ટી, જાણો કિંમત અને ફિચર્સ

મારુતિની નવી બ્રેઝા SUV લોન્ચ, ટર્બો એન્જીન, 5 સ્ટાર સેફ્ટી, જાણો કિંમત અને ફિચર્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


2026 Maruti Brezza Facelift Launch : મારુતિ સુઝુકીએ આખરે તેની 2026 બ્રેઝા લોન્ચ કરી દીધી છે. કંપનીએ અપડેટેડ કોમ્પેક્ટ SUV ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 7.40 લાખ રુપિયા રાખી છે. આ કોમ્પેક્ટ SUV માં ઘણા મોટા અપડેટ્સ કરવામાં આવ્યા છે. તેમાં હવે એક નવું એન્જિન વિકલ્પ, ગિયરબોક્સ, નવા ફિચર્સ સાથે એક્સટીરિયર લુકમાં કેટલાક નાના-નાના ફેરફારો જોવા મળશે. 2026 મારુતિ બ્રેઝા હ્યુન્ડાઇ વેન્યુ, સ્કોડા કાઇલક, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV 3XO, કિયા સોનેટ અને કિયા સિરોસ જેવી SUV સાથે સ્પર્ધા કરશે.

બ્રેઝામાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે. તેમાં નવું 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું જે 110hp અને 170Nm ટોર્ક જનરેટ કરે છે. જૂના વર્ઝનનું 103hp પાવર અને 139Nm ટોર્ક  વાળું 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ રાખવામાં આવ્યું છે, જેમાં CNG કીટનો વિકલ્પ પણ મળે છે. જોકે CNG વર્ઝનમાં હવે વિક્ટોરિસની જેમ અંડરબોડી-માઉન્ટેડ કીટ આપવામાં આવી છે, જે બૂટ સ્પેસ બચાવે છે. બધા એન્જિન ઓપ્શન સાથે નવા 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે, જ્યારે ફક્ત 1.5-લિટર પેટ્રોલ એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

2026 મારુતિ બ્રેઝા એક્સટીરિયર

એક્સટીરિયરની વાત કરીએ તો મારુતિએ તેની કોમ્પેક્ટ SUVમાં કેટલાક નાના સ્ટાઇલિંગ ફેરફારો કર્યા છે. તેના નવા ફ્રન્ટ લુકમાં નવી ડિઝાઇન કરેલી ગ્રિલ અને હેડલેમ્પ્સને જોડતી ડાર્ક ક્રોમ ફિનિશ વાળી પેનલ આપવામાં આવી છે. બમ્પરને થોડું નવું ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ડાર્ક ક્રોમ એલિમેન્ટ્સ અને ફોક્સ સ્કિડ પ્લેટનો એક નવો લુક સામેલ છે. L-આકારના DRL સાથે LED હેડલેમ્પ્સ જાળવી રાખવામાં આવ્યા છે, પરંતુ ફોગ લેમ્પ્સને થોડા ઉપરની તરફ અને નવા ત્રિકોણાકાર હાઉસિંગમાં રાખવામાં આવ્યા છે. બાજુ પર નીચલા દરવાજાના ભાગમાં એક નવું ડ્યુઅલ-ટોન ક્લેડીંગ અને 16-ઇંચના એલોય વ્હીલ્સ માટે નવી ડિઝાઇન છે. 2026 બ્રેઝાના પાછળના ભાગમાં વધારે ફેરફાર કરાયા નથી. તેમાં પહેલા જેવા જ ટેલલાઇટ્સ લેમ્પ અને બમ્પર ડિઝાઇન આપવામાં આવ્યા છે.

2026 મારુતિ બ્રેઝા ફિચર્સ અને સેફ્ટી

ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં બિલ્ટ-ઇન નેવિગેશન અને એલેક્સા ફિચર્સ સાથે મોટી 10.1-ઇંચ સ્માર્ટપ્લે પ્રો X ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. તેમાં 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, ફ્રન્ટ-સીટ વેન્ટિલેશન, એર પ્યુરિફાયર અને વાયરલેસ ફોન ચાર્જર માટે માટે એક્ટિવ કૂલિંગ જેવા ફિચર્સ પણ શામેલ છે. સલામતી માટે બ્રેઝામાં હવે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, બ્લાઇન્ડ-સ્પોટ ચેતવણી, રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ, સેફ એક્ઝિટ વોર્નિંગ અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ છે. તેને ભારત NCAP તરફથી 5-સ્ટાર સલામતી રેટિંગ પણ મળ્યું છે.

2026 મારુતિ બ્રેઝા ઇન્ટિરિયર

ઇન્ટિરિયરની વાત કરીએ તો 2026 બ્રેઝાના કેબિનને નવો લુક આપવામાં આવ્યો છે. તેમાં તે જ બ્લેક એન્ડ બ્રાઉન થીમ યથાવત્ છે, પરંતુ નવી ટ્રીમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જૂના વર્ઝનના સિલ્વર ટ્રીમ પીસ હવે ગ્લોસ બ્લેક ફિનિશમાં આવે છે. ડ્યુઅલ-ટોન લેધરેટ-ફિનિશ્ડ સીટોમાં અપડેટેડ અપહોલ્સ્ટરી છે. 

2026 મારુતિ બ્રેઝાનું ડાઇમેંશન

  • લંબાઈ (મીમી) 3,995
  • પહોળાઈ (મીમી) 1,790
  • ઊંચાઈ (મીમી) 1,685
  • વ્હીલબેઝ (મીમી) 2,500

ટર્બો-પેટ્રોલ એન્જિન વાળા વર્ઝનમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે, જે તેને અલગ લુક આપે છે. આમાં ટેલગેટ પર ‘ટર્બો’ બેજ, ગ્રિલ, ફોક્સ સ્કિડ પ્લેટ્સ અને વ્હીલ આર્ચ પર રેડ એક્સેન્ટ અને પાછળના ક્વાર્ટર ગ્લાસ પર ‘ટર્બો બૂસ્ટરજેટ’ સ્ટીકરનો સમાવેશ થાય છે. મારુતિએ નવા ‘વિવેશિયસ ઓરેન્જ’ અને ‘લસ્ટ્રસ બેજ’ પેઇન્ટ વિકલ્પો પણ રજૂ કર્યા છે. આ કલર્સ સાથે બ્લેક રુફ વાળું ડ્યુઅલ-ટોન ફિનિશ પણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *