Virat Kohli : વિરાટ કોહલી તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ મેચ બાદ બીજા દિવસે રાજધાનીની આર.કે.પુરમની દિલ્હી પબ્લિક સ્કૂલ પહોંચ્યો હતો. વિરાટે ત્યાં વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિરાટે શાળાના બાળકો સામે ખાસ સ્પીચ આપી હતી. કોહલીને જોઈને શાળાના બાળકો ખૂબ જ અવાજ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરાટનું મજેદાર રિએક્શન વાયરલ થયું છે.
વિરાટે મજાર ભર્યા અંદાજમાં પ્રતિક્રિયા આપી. બાળકોને અવાજ કરતા જોઈને વિરાટ કોહલીએ પોતાની સ્પીચ શરૂ કરતા પહેલા કહ્યું હતું કે બોલવા તો દો યાર પ્લીઝ. આ પછી વિરાટની પુરી સ્પીચ કરતાં આ રિએક્શન સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થયું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા રીલ્સ અને શોર્ટ્સ પણ શેર કર્યા હતા.
Virat Kohli full speech at RK Puram DPS 🙌 pic.twitter.com/MYLU5mq9TK
— Fan RCBians (@RcbianOfficial) April 28, 2026
સામાન્ય રીતે વિરાટ કોહલીની આક્રમકતાથી બધા પરિચિત છે. ઘણી વખત તે પ્રેસ કોન્ફરન્સમાં પણ કેપ્ટન તરીકે ઉશ્કેરાઈ ગયેલો છે, પરંતુ આ વખતે તેણે બાળકો સામે હસી મજાકમાં પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ વિરાટે બાળકો સામે સ્પીચ આપી હતી અને ઘણા ખાસ સંદેશ પણ આપ્યા હતા. વિરાટે તેના બાળપણના કોચ રાજકુમાર શર્મા સાથે મળીને ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું હતું.
ક્રિકેટરોનું શરમજનક કૃત્ય, હોટલના બાથરૂમમાં મહિલાનો Video બનાવ્યો, 2 ખેલાડીઓની ધરપકડ
આઈપીએલ 2026માં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ
વિરાટ કોહલી આઈપીએલ 2026માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે સતત ટોચના 5 બેટ્સમેનોની યાદીમાં છે. તેણે 9 મેચની 9 ઇનિંગ્સમાં 54.14ની સરેરાશ અને 165થી વધુના સ્ટ્રાઇક રેટથી 379 રન બનાવ્યા છે. તેણે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 42 ફોર અને 15 સિક્સર ફટકારી છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારી છે અને એક ઈનિંગમાં 49 રનનો સમાવેશ થાય છે.
