બહારથી મીઠાઈ લાવવાની જરૂર નથી, દિવાળી માટે આ બદામ સ્ટીક્સ બનાવો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | દિવાળીના શુભ તહેવાર પર મહેમાનોનું મોં મીઠું કરાવવા કે ભેટ  આપવા માટે બદામ સ્ટીક્સ એક ઉત્કૃષ્ટ અને આધુનિક મીઠાઈ-કૂકી છે. મખમલી બટર, બદામનો પાવડર અને કેસરની રોયલ સુગંધથી બનતી આ સ્ટીક્સ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી બિસ્કિટ જેવી ક્રિસ્પી બને છે.

બદામ સ્ટીક્સમાં  ઉપરથી ચિપકાવેલી બદામની કતરણ તેનો લૂક અને સ્વાદ બંને બે ગણા કરી દે છે. આ દિવાળીએ પરંપરાગત મીઠાઈઓથી કંઈક અલગ બનાવવું હોય તો આ બદામ સ્ટીક્સ પરફેક્ટ ચોઈસ છે.

દિવાળી સ્પેશિયલ બદામ સ્ટીક્સ રેસીપી 

સામગ્રી 

  • 100 ગ્રામ સોફ્ટ બટર 
  • 50 ગ્રામ કેસ્ટર ખાંડ
  • 70 ગ્રામ મેંદો
  • 50 ગ્રામ બદામનો લોટ
  • 15 ગ્રામ કોર્નફ્લોર
  • 1 ટેબલસ્પૂન ગરમ દૂધ + એક ચપટી કેસર
  • ટોપિંગ માટે ઘણી બધી સમારેલી બદામ

દિવાળી સ્પેશિયલ બદામ સ્ટીક્સ બનાવવાની રીત

એક મોટા બાઉલમાં 100 ગ્રામ સોફ્ટ બટર અને 50 ગ્રામ કેસ્ટર ખાંડ લો. એક હેન્ડ બ્લેન્ડર અથવા વિસ્કની મદદથી બંનેને 5 મિનિટ માટે મિશ્રણ એકદમ હળવું, ફ્લફી અને સફેદ થાય ત્યાં સુધી બરાબર ફેંટી લો.

હવે તે બાઉલ પર ગળણી રાખી 70 ગ્રામ મેંદો, 50 ગ્રામ બદામનો લોટ અને 15 ગ્રામ કોર્નફ્લોર ચાળી લો. 1 ટેબલસ્પૂન ગરમ દૂધમાં ચપટી કેસર ઓગાળીને તૈયાર રાખેલું દૂધ આ મિશ્રણમાં ઉમેરો. હવે હળવા હાથે સ્પેચુલા અથવા હાથ વડે બધું મિક્સ કરી એક સોફ્ટ લોટ તૈયાર કરી લો.

તૈયાર લોટને પાઈપિંગ બેગમાં ભરો. હવે બેકિંગ ટ્રે પર બટર પેપર પાથરી તેના પર 5 ઇંચ લાંબી સ્ટીક્સના આકારમાં પાઈપ કરો અથવા છરીથી કાપી લો. 

દરેક સ્ટીક પર ઉપરથી વિપુલ પ્રમાણમાં સમારેલી બદામ ચિપકાવી દો અને હળવા હાથે દબાવી દો.પ્રી-હીટ કરેલા ઓવનમાં 170 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરી લો.

બેક થઈ ગયા પછી સ્ટીક્સને ટ્રે પર જ ૫ મિનિટ રહેવા દો, ત્યારબાદ વાયર રેક પર પૂરી રીતે ઠંડી થવા દો. ઠંડી થયા પછી આ ક્રિસ્પી બદામ સ્ટીક્સને એર-ટાઈટ કન્ટેનરમાં ભરીને 5 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *