PM Narendra Modi : દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ દિવાળી જવાનો સાથે ઉજવશે. પ્રધાનમંત્રી મોદીએ પ્રાર્થના કરી કે આ તહેવાર, આવનારો સમય, બધુ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે. અગાઉ તેમણે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જાહેર કર્યો વીડિયો સંદેશ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે પોતાનો વિડિઓ ‘નમસ્તે’ સાથે તેમણે પોતાના વીડિયોની શરૂઆત કરી હતી. તેમણે વીડિયોમાં આગળ કહ્યું કે દિવાળીના શુભ પ્રસંગે આખો દેશ પ્રકાશથી ઝળહળી ઉઠ્યો છે. પ્રકાશનો આ તહેવાર અંધકાર સામેના આપણા સંકલ્પનો પુરાવો છે. આપ સૌને દિવાળીની શુભકામનાઓ. તમારો આ પર્વ, આવનારો સમય, સુખ-શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે. હું પણ તમારી જેમ ખૂબ જ ઉત્સાહથી દિવાળી ઉજવું છું અને દર વર્ષે, જેમ તમે જાણો છો, દેશના વીર જવાનો વચ્ચે જવાનો મારો નિત્ય ક્રમ છે જે આ વર્ષે પણ ચાલુ રહેશે. આપ સૌને દિવાળીની શુભકામનાઓ.
પીએમ મોદી ઉપરાષ્ટ્રપતિને મળ્યા
પીએમ મોદી શનિવારે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ મુલાકાત વિશે માહિતી જાણકારી આપી હતી. X પરની તેમની પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
Have an amazing Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026
અખિલેશ યાદવ 12 ડિસેમ્બરે અયોધ્યા જશે, પત્ની ડિમ્પલ સાથે પ્રથમ વખત કરશે રામલલાના દર્શન
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અયોધ્યા પહોંચ્યા
આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અયોધ્યામાં યોજાઈ રહેલા 10મા દીપોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ પવિત્ર તહેવારમાં તેમની હાજરી આ પ્રકાશના તહેવારને ઐતિહાસિક અને અવિસ્મરણીય બનાવશે. સરયુ નદીના કિનારે 30 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવાનો ઉલ્લેખ કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટના અંધકાર પર સત્ય અને ધર્મના શાશ્વત વિજયનો ઉદઘોષ છે.
