દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: જિલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે તવાઈ બોલાવી. ભાણવડ પંથકના બરડા ડુંગર પર ધમધમતી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસ ત્રાટકી. ધાર પીપરાવાળા વીરડા નજીક દારુની ભઠ્ઠી ચાલતી હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા દારુની ભઠ્ઠી, આથો મળી આવ્યો. જોકે પોલીસે દરોડા પડતા જ આરોપી કરમણ ભીખા મોરી ફરાર થઈ ગયો. પોલીસે સ્થળ પરથી 1400 લીટર દેશી દારૂની બનાવટમાં વપરાતો કાચો આથો અને વિવિધ સાધનો સહિત કુલ 36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *