અમૂલ દૂધના ભાવમાં વધારો, ગોલ્ડમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજામાં પ્રતિ લિટર 2 નો વધારો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Amul Milk Value Hike : દેશભરમાં સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. દૂધ ક્ષેત્રની બે સૌથી મોટી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બેથી ચાર રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલે ગોલ્ડ અને તાજાના ભાવમાં વધારો કર્યો

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા 6 મહિનામાં ફરી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રુપિયા વધારો કરાયો છે. નવો ભાવ 12 નવેમ્બરથી લાગુ થઈ જશે.

મધર ડેરીએ લીટરે 4 રુપિયા સુધીનો વધારો કર્યો

દિલ્હી-એનસીઆરમાં દૈનિક 35 લાખ લિટર અને દેશભરમાં 50 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરતી મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2થી રૂ.4 સુધીનો વધારો કર્યો છે. આ સુધારેલા દરો 11 નવેમ્બર 2026થી લાગુ કરી દેવાયા છે. 

ચારો અને ઉત્પાદન મોંઘું થવાથી નિર્ણય લેવાયો – GCMMF

અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થવાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. આ સિવાય દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને બળતણ પણ મોંઘું થયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *