jammu kashmir udhampur bus accident : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક યાત્રી બસ ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસ રામનગરથી ઉધમનગર જઈ રહી હતી. રામનગર નજીકના ગામ કગોર્ટમાંથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો.
અહેવાલો દર્શાવે છે કે ઊંચા ડુંગરાળ રસ્તા પર મુસાફરી કરતી બસે એક તીવ્ર વળાંક પાસે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે. ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર છે. અકસ્માત થયો ત્યારે બસ ઉધમપુર જઈ રહી હતી.
ઉપરાજ્યપાલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ અકસ્માત અત્યંત દુ:ખદ અને હૃદયદ્રાવક છે. મારા સંવેદના મૃતકો સાથે છે અને હું પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
Tragic street accident in Udhampur is heartbreaking. My deepest condolences to bereaved households. Could God grant them energy. Praying for quick restoration of injured. I’ve directed district admin, Police, SDRF & Well being Dept to supply each potential help to these affected.
— Workplace of LG J&Ok (@OfficeOfLGJandK) April 20, 2026
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે પણ આ ઘટના અંગે એક્સ પર એક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે મારી ઉધમપુરના ડેપ્યુટી કમિશનર મિંગા શેરપા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહી છે. તેમણે ઉમેર્યું કે તેમને થોડા સમય પહેલા આ ઘટનાની જાણ થઈ હતી અને તેમણે તાત્કાલિક ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી હતી.
