ઇન્સ્ટન્ટ ટામેટાનું અથાણું રેસીપી, મહિનાઓ સુધી રહેશે ફ્રેશ

ઇન્સ્ટન્ટ ટામેટાનું અથાણું રેસીપી, મહિનાઓ સુધી રહેશે ફ્રેશ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | રેસીપી | ઉનાળો | કોઈ પણ શાક ટામેટા વગર અધૂરું છે પરંતુ ટામેટામાંથી માત્ર ચટણી જ નહીં, પણ વર્ષભર ચાલે તેવું ચટાકેદાર અથાણું પણ બનાવી શકાય છે. દક્ષિણ ભારતની સ્ટાઇલમાં બનતું આ ટામેટાનું અથાણું તીખું, ખાટું અને મસાલેદાર હોય છે, જે રોટલી, ભાખરી કે ગરમાગરમ પરાઠા સાથે અદભૂત લાગે છે.

ઇન્સ્ટન્ટ ટામેટા અથાણુંની રેસીપીની ખાસિયત એ છે કે તેને એકવાર બનાવીને તમે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અહીં જાણો સરળ સ્ટેપ બાય સ્ટેપ ટામેટાનું અથાણું બનાવવાની સિક્રેટ રેસીપી 

ઇન્સ્ટન્ટ ટામેટાનું અથાણું રેસીપી 

સામગ્રી 

1 કિલો લાલ ટામેટા
1/4 કપ આંબલી
 5-7 લસણની કળીઓ
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી મેથી
1/2 ચમચી જીરું
1/2 ચમચી રાઈ
5-7 મીઠો લીમડો
 તેલ જરૂર મુજબ  

ઇન્સ્ટન્ટ ટામેટાનું અથાણું બનાવાની રીત 

 ઇન્સ્ટન્ટ ટામેટાનું અથાણું  બનાવવા માટે 1 કિલો લાલ ટામેટા, 1/4  કપ આંબલી, લસણની કળીઓ, લાલ મરચું પાઉડર, મેથી, ધાણા, જીરું, રાઈ, મીઠો લીમડો અને તેલની જરૂર પડશે.સૌ પ્રથમ 1 કિલો લાલ અને પાકા ટામેટાને ધોઈને કોરા કરી લો. તેને ચાર ભાગમાં કાપી એક પેનમાં લો. તેમાં 1/4 કપ આંબલી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ઢાંકીને ટામેટા નરમ થાય ત્યાં સુધી પકાવો.

મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં 8-10 લસણની કળીઓ અને 1/4 કપ લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સરમાં ઝીણું પીસી લો. એક નાની કડાઈમાં 1 ચમચી મેથી દાણા, 1 મોટી ચમચી આખા ધાણા અને 1 મોટી ચમચી જીરું શેકી લો. ઠંડુ થાય એટલે તેનો બારીક પાવડર બનાવી લો.

એક પેનમાં 1/4 કપ તેલ ગરમ કરો. તેમાં 1 મોટી ચમચી રાઈ, જીરું, 8-10 આખી લસણની કળીઓ, મીઠો લીમડો અને આખા લાલ મરચા ઉમેરો. હવે તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ અને બનાવેલો મસાલો ઉમેરો. 8-10 મિનિટ સુધી ધીમા તાપે પકાવો જ્યાં સુધી તેલ છૂટું ન પડે, એટલે તમારું અથાણું તૈયાર છે.

અથાણું સ્ટોર કરવાની ટિપ્સ : અથાણું સંપૂર્ણ ઠંડુ થાય એટલે કાચની એરટાઈટ બરણીમાં ભરી લો. તેને 6 મહિના સુધી ફ્રીજમાં સાચવી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *