ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ? મહિસાગરના બાલાસિનોરમાં 5.79 ઈંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ? મહિસાગરના બાલાસિનોરમાં 5.79 ઈંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat right this moment Rain updates: ગુજરાતમાં વરસાદના આગમનની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે બુધવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારે વરસાદ પણ ખાબક્યો હતો. આમ ગુજરાતમાં વરસાદ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં 5.79 ઈંચ જેટલો નોંધાયો હતો. 

મહિસાગરા બાલાસિનોમાં વરસાદે ધબધબાટી બોલાવી

ગુજરાત ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 17 જૂન 2026, સવારે 6 વાગ્યાથી લઈને 18 જૂન 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 5.79 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અરવલ્લીના ભિલોડામાં 2.95 ઈંચ, મહેસાણાના સતલાસણામાં 2.87 ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 16 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી લઈને 5.79 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાના નામ અને વરસાદની માત્રાના આંકડા નીચેના કોષ્ટકમાં આપેલા છે. 

તાલુકો

વરસાદ (ઈંચમાં)

બાલાસિનોર

5.79

ભિલોડા

2.95

સતલાસણા

2.87

ધનસુરા

2.6

ગળતેશ્વર

2.24

કપડવંજ

2.17

દેસર

2.09

ઘોઘંબા

2.01

જાંબુગોડા

2.01

કડવાલ

1.93

સાઠંબા

1.38

બાયડ

1.3

કઠલાલ

1.26

ગોધરા

1.1

મેઘરજ

1.1

કોઠંબા

1.02

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

આ પણ વાંચો- Adipur Bhuj Railway Doubling: કચ્છને રેલ્વેની મોટી ભેટ! આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટ માટે ₹493 કરોડ મંજૂર

ગુજરાતના 47 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ

વરસાદના મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, જૂનાગઢ, નવસારી, વલસાડ, ગાંધીનગર અને સાબરકાંઠાના તાલુકાઓનો સમાવેશ થાય છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *