yuzvendra chahal joins bjp : ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી છે. તેનો પાર્ટીના ઓબીસી મોરચામાં સમાવેશ કરાયો છે. ભાજપે શનિવારે પાર્ટીના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરી છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય દ્વારા પદાધિકારીઓની યાદી બહાર પાડવામાં આવી છે. સાત નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સાત નેતાઓને રાષ્ટ્રીય મંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલને પણ ભાજપે જવાબદારી આપી છે. તેનો ભાજપની ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં વિશેષ આમંત્રિત સદસ્ય તરીકે પણ નિમણુક કરવામાં આવી છે.
યુપીના આ નેતાઓને મળી જવાબદારીઓ
ઉત્તર પ્રદેશમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને, રાજ્યના ઘણા નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંગમ લાલ ગુપ્તા અને સંગીતા બલવંત બિંદને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાધેશ્યામ યાદવને રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin द्वारा निम्नलिखित सदस्यों को भाजपा ओबीसी (अन्य पिछड़ा वर्ग) मोर्चा के राष्ट्रीय पदाधिकारी, राष्ट्रीय कार्यकारिणी सदस्य एवं अन्य दायित्वों पर नियुक्त किया गया है। https://t.co/eA7HqyuxgC
— BJP (@BJP4India) November 21, 2026
દિલ્હીના નેતાઓને પણ જવાબદારીઓ મળી
દિલ્હીના સંજય કુમાર ગુર્જરને રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી, ડૉ. અરુણ યાદવને રાષ્ટ્રીય સહ-કાર્યાલય મંત્રી, સત પ્રકાશ રાણાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગજેન્દ્ર યાદવને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ લખનઉમાં કૌશલ દીક્ષાંત સમારોહમાં બોલ્યા – મેં કહ્યું હતું કે સોનું ના ખરીદો, દેશના પૈસા બચી ગયા
આ ઉપરાંત આસામના જોગેન મોહન, ઓડિશાના મમતા મોહંતા, મહારાષ્ટ્રના બબનરાવ રાવજી ચૌધરી અને બિહારના અર્જુન સાહનીને ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દશરથજી ઠાકોરને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા
કર્ણાટકના પ્રમોદ મધ્વરાજ અને છત્તીસગઢના લલિત ચંદ્રાકરને ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના દશરથજી ઠાકોરને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. બિહારના અજય ગુપ્તાને ઓબીસી મોરચાના મીડિયા સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
