PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાયેલા કૌશલ્ય સમારોહમાં હાજરી આપી. મંચ પરથી પીએમ મોદીએ એક વર્ષ પહેલા સોનાની ખરીદી અંગે કરેલી પોતાની અપીલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક વર્ષ પહેલા તેમણે દેશના લોકોને વિનંતી કરી હતી કે જરૂરી ન હોય તો સોનું ના ખરીદો. તે સમયે ઘણા લોકોએ આ વાતની મજાક ઉડાવી હતી, પરંતુ હવે લોકોના પૈસા બચી ગયા છે.
સોનાના ભાવ તુટી ગયા – પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક વર્ષ પહેલા મેં એક બીજી વાત કહી હતી કે હું દેશવાસીઓને વિનંતી કરું છું કે એક વર્ષ માટે જો જરુરી ના હોય તો સોનું ના ખરીદો અને મારા માટે આનંદની વાત છે કે મારા જેવા સામાન્ય વ્યક્તિએ કહ્યું અને દેશના લોકો ઓછું સોનું ખરીદ્યું, સોનાના ભાવ તુટી ગયા છે.
‘જેઓ પાસે કુશળતા હશે તેમની કદર થશે’
મંચ પરથી પ્રધાનમંત્રીએ યુવાનોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય હવે માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ કુશળતાથી પણ બનશે. હું આજે એક વધુ વાત કહેવા જઈ રહ્યો છું. તમે લખી લો, સમય બદલાઈ રહ્યો છે. કાગળના પ્રમાણપત્રો સાથે કોટ, પેન્ટ અને ટાઈ પહેરીને ફરતા લોકોથી વધારે કુશળતા ધરાવતા લોકોની કદર થવાની છે. જેમની પાસે કૌશલ અને કુશળતા છે, તેમને માંગ વધવાની છે.
‘લોકો મારી મજાક ઉડાવી હતી’
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આજે તમે જોયું હશે કે મીડિયા અને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં બધા કહે છે કે મોદીજીએ 2023માં સંસદમાં કહ્યું હતું કે જો તમે ભારત સરકારના PSUના બોન્ડમાં રોકાણ કરો તો તમે ધનવાન બની જશો. તે સમયે લોકો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ આજે ઇતિહાસ સાક્ષી આપે છે કે જેમણે પૈસા રોકાણ કર્યા તે માલામાલ બન્યા છે.
આ પણ વાંચો – બિહારને મળી ‘નીતીશ સેતુ’ ની ભેટ, પીએમ મોદીએ કહ્યું – હવે રાજ્ય વિકાસ માટે ઓળખાય છે
આંક્રાતાઓએ કુશળતાને નુકસાન કર્યું
પીએમ મોદીએ આગળ કહ્યું કે જ્યારે આક્રમણકારો આપણા દેશમાં આવ્યા, ત્યારે આપણો દેશ સુવર્ણ યુગ હતો, વિશ્વ માટે આકર્ષણ અને ઈર્ષ્યાનું કેન્દ્ર હતો. જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમનો પહેલો ઘા હુનર પર કર્યો હતો. આપણી પાસે એવા કારીગરો હતા, તેઓ કંઈક બનાવતા અને જો તે શ્રેષ્ઠ બને તો બનાવનારના અંગૂઠા કાપી નાખવામાં આવતા હતા, શા માટે? કારણ કે તે આક્રમણકારો જાણતા હતા કે કુશળતા ભારતને મહાન અને સમૃદ્ધ બનાવે છે, તેથી જો તમારી તેની શક્તિ નષ્ટ કરવી હોય તો અંગૂઠો કાપી નાખો.
