અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદમાં 9 વર્ષ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. લગ્નના ચાર જ મહિનામાં પત્નીને નદીમાં ફેંકી દઈ અકસ્માતે મોત અને ગુમ થયાની ખોટી વાર્તા ઊભી કરનાર પતિ જ અસલી હત્યારો નીકળ્યો છે.

પોલીસ તપાસના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2017 માં કોમલબેન સોલંકીના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ તુરંત જ બંને વચ્ચે ઘરેલુ બાબતોમાં અવાર-નવાર ઉગ્ર ઝઘડા થવા લાગ્યા હતા. લગ્નજીવનના માત્ર ચાર મહિનામાં જ મિનેશ સોલંકીએ પોતાની પત્નીને જાનથી મારી નાખવાનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.

25 જૂન, 2017 એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે આરોપી મિનેશ પોતાની પત્ની કોમલને ફરવાના બહાને ઘરની બહાર લઈ ગયો હતો. આખો દિવસ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા બાદ રાત્રિના સમયે તે કોમલને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એકાંતમાં લઈ ગયો હતો. ત્યાં વાતોમાં પરોવીને અચાનક જ તેણે કોમલબેનને ઊંચકીને સાબરમતી નદીના ઊંડા પાણીમાં ફેંકી દીધી હતી.

જે બાદ સાબરમતી રીવરકૂન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ વણઉકેલાયેલ અકસ્માત મોત બનાવમાં ભોગ બનનાર મહીલાની રહસ્યમય સંજોગોમાં હત્યા થયેલ હોવાની કાઈમ બ્રાન્ચને વિશ્વસનીય બાતમી મળેલ જે આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બાબતે મિનેશ સોલંકીની વધુ પૂછ પરછ કરતા. ઉપરોક્ત હકીકત મુજબ તેણે બીજા દિવસે કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે તેની પત્ની કોમલબેન ગુમ થઈ છે તેવી ખોટી માહિતી આપી જાણવા જોગ ફરીયાદ દાખલ કરાવેલ અને તેણે તેની પત્નીની હત્યા કરી છે તે હકીકત છુપાવી રાખેલ હતી.

આમ મળેલ ગુપ્ત તથા ટેકનીકલ માહિતી આધારે તથા સાક્ષીઓની માહિતી જોડીને મૃતકની ઓળખ સ્થાપિત કરવામાં આવેલ. તેમજ તેના પતિ મિનેશ સોલંકીએ તેના પત્ની કોમલબેનની હત્યા કરેલ હોવાનું સામે આવતા તેને આગળની કાર્યવાહી માટે રિવરફ્રંટ વેસ્ટ પલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *