Gujarat Native Physique Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલ 2026, રવિવારના રોજ થયું હતું. જેનું પરિણામ આજે 28 એપ્રિલ 2026, મંગળવારના દિવસે સવારે 9 વાગ્યાથી આવવાનું શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોના પરિણામો પર બધાની નજર રહેશે.
રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણામો જાહેર થશે.
730 બેઠકો પહેલાથી જ બિનહરીફ બની
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો મંગળવારે આવવાના છે. જોકે આ પહેલા જ ભાજપે ભાજપે 730 જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું હતું. ભાજપ સૌથી વધારે સીટો જીતશે તેવો અંદાજ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર બધાની નજર છે.
-
Apr 28, 2026 10:04 IST
Gujarat Election 2026 Outcomes LIVE: ભૂજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી
ભૂજ નગરપાલિકામાં વોર્ડ 1માં AIMIMના ત્રણ ઉમેદવારોની જીત
-
Apr 28, 2026 09:57 IST
AMC Elections End result 2026 Dwell : સુરત મનપામાં વોર્ડ નંબર 2માં આપ આગળ
સુરત મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી ચાલું છે ત્યારે શરુઆતી વલણમાં સુરત મનપાના વોર્ડ નંબર 2માં આપ આગળ છે.
-
Apr 28, 2026 09:55 IST
Gujarat Election 2026 Outcomes LIVE: ગુજરાતમાં શરૂઆતી વલણમાં ક્યાં કેવી સ્થિતિ
- ઉના પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ થઈ વિજયી
- જામનગરમાં બેલેટ પેપરમાં ભાજપ આગળ
- બહુચરાજી પાલિકા વોર્ડ 1માં ભાજપ પેનલની જીત
- મહેસાણા વોર્ડ 1 અને 6માં ભાજપ આગળ
- પાલનપુર પાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત
- કેશોદ નગરપાલિકામાં ભાજપે ખાતું ખોલ્યું
- વિરમગામ પાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત
- વલસાડ મનપા વોર્ડ 1, 6 અને 9માં ભાજપનો વિજય
- સુરત મનપા વોર્ડ 1 માં ભાજપનો વિજય
-
Apr 28, 2026 09:53 IST
Gujarat Election 2026 Outcomes LIVE: સિધ્ધપુર નગર પાલિકા વોર્ડ એક ની ગણતરી પૂર્ણ
સિદ્ધપુર પાલિકાના વોર્ડ એકમાં ભાજપનો ભગવો લહેરાયો છે.વોર્ડ નંબર 1 ભાજપની પેનલના રણજીતસિંહ ઠાકરો, કોકીલાબેન પટણી, રોહિતભાઈ ભીલ અને વર્ષાબેન ઠાકરોનો વિજય થયો છે.
-
Apr 28, 2026 09:49 IST
Gujarat Election 2026 Outcomes LIVE: માળીયા હાટીના તાલુકા પંચાયતમાં આપનું ખાતું ખુલ્યું
જૂનાગઢની માળીયા હાટીના તાલુકા પંચાયતમા AAPનુ ખાતુ ખુલ્યુ છે. એક સાથે ત્રણ બેઠકો ઉપર ઝાડુ ફરી વળ્યુ છે.
-
Apr 28, 2026 09:47 IST
Gujarat Election 2026 Outcomes LIVE: વડોદરા મનપામાં વોર્ડ-6 કોંગ્રેસ પેનલ આગળ
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરુઆતી વલણમાં વડોદરા મનપામાં વોર્ડ-6માં કોંગ્રેસ પેનલ આગળ
-
Apr 28, 2026 09:46 IST
Gujarat Election 2026 Outcomes LIVE: કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર -1 માં ભાજપની પેનલની જીત
-
Apr 28, 2026 09:44 IST
Gujarat Election 2026 Outcomes LIVE: રાજકોટ મનપામાં વોર્ડ 10માં ભાજપની પેનલ આગળ
શરૂઆતી વલણમાં રાજકોટ મનપામાં વોર્ડ 10 માં ભાજપની પેનલ 4000 મતથી આગળ છે.
-
Apr 28, 2026 09:44 IST
Gujarat Election 2026 Outcomes LIVE: વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ હાર્યા
વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ હાર્યા
-
Apr 28, 2026 09:43 IST
Gujarat Election 2026 Outcomes LIVE: ગીર સોમનાથની લાલપુર તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારનો વિજય
ગીર સોમનાથની લાલપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો
-
Apr 28, 2026 09:20 IST
Gujarat Election 2026 Outcomes LIVE: રાજકોટ મનપામાં વોર્ડ 16 માં કોંગ્રેસની પેનલ આગળ
રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણમાં રાજકોટ મનપામાં વોર્ડ 16 માં ભાજપની પેનલ આગળ છે.
-
Apr 28, 2026 09:18 IST
Gujarat Election 2026 Outcomes LIVE: રાજકોટ મનપામાં વોર્ડ 7માં ભાજપની પેનલ આગળ
રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણમાં રાજકોટ મનપામાં વોર્ડ 7માં ભાજપની પેનલ આગળ છે.
-
Apr 28, 2026 09:14 IST
Gujarat Election 2026 Outcomes LIVE: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતી વલણમાં ભાજપ આગળ દેખાઈ રહી છે. જોકે બોટાદમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે.
-
Apr 28, 2026 08:47 IST
Gujarat Election 2026 Outcomes LIVE: મતગણતરી કેન્દ્રો પર કડક ચેકિંગ સાથે પ્રવેશ
ગુજરાતમાં મતગણતરી કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કડક ચેકિંગ બાદ અધિકારીઓ અને એજન્ટોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
-
Apr 28, 2026 07:37 IST
Gujarat Election 2026 Outcomes LIVE: રાજ્યમાં સરેરાશ 57.08% જેટલું મતદાન
રાજ્યમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં મહાનગરપાલિકાઓમાં 49.14 ટકા મતદાન, નગરપાલિકામાં 59.81 ટકા, જિલ્લા પંચાયતોમા 61.83 ટકા અને તાલુકા પંચાયતોમાં 62.05 ટકા મતદાન થયું હતું.
-
Apr 28, 2026 07:37 IST
Gujarat Election 2026 Outcomes LIVE: 730 બેઠકો પહેલાથી જ બિનહરીફ બની
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે મંગળવારે આવવાના છે. જોકે આ પહેલા જ ભાજપે ભાજપે 730 જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું હતું. ભાજપ સૌથી વધારે સીટો જીતશે તેવો અંદાજ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર બધાની નજર છે.
-
Apr 28, 2026 07:36 IST
Gujarat Election 2026 Outcomes LIVE: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું આજે પરિણામ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે.
