રક્ષાબંધન પૂર્વે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને ત્યાગની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢની 47 વર્ષીય બહેન જ્યોતિબેન મેઘનાથીએ પોતાના 44 વર્ષીય નાના ભાઈ શૈલેષગીરીને પોતાની એક કિડની દાન કરીને જીવનદાન આપ્યું છે.
અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ (Marengo CIMS Hospital) ખાતે નેફ્રોલોજિસ્ટ ડો. સિદ્ધાર્થ માવાણી અને તેમની ટીમ દ્વારા 25 ઓગસ્ટ, 2026ના રોજ લિવિંગ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
ક્રોનિક કિડની ડિસીઝ અને સફળ ટ્રાન્સપ્લાન્ટની સફર
રોગનું નિદાન: મોરબીના વાંકાનેર ખાતે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષગીરીને મે 2026માં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) હોવાનું નિદાન થયું હતું.
આ પણ વાંચો: ‘મારા ભાગ્યમાં આંદોલનોનો સામનો કરવાનું જ લખ્યું છે’, ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આવું કેમ કહ્યું?
ડાયાલિસિસ અને ડોનર: શરૂઆતમાં ડાયાલિસિસ હેઠળ રખાયા બાદ, કાયમી ઉકેલ માટે ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. આ સમયે જૂનાગઢના બાટવા ખાતે આંગણવાડી વર્કર તરીકે સેવા આપતા તેમના મોટા બહેન જ્યોતિબેન કોઈપણ સંકોચ વિના ડોનર બનવા તૈયાર થયા હતા.
સફળ સર્જરી: મેડિકલ મેચિંગ અને પતિના પૂર્ણ સહયોગ બાદ મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી. હાલમાં ડોનર બહેન અને પેશન્ટ ભાઈ બંનેની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, સમયસર નિદાન અને પરિવારમાંથી જીવિત ડોનર મળવાથી દર્દીને ડાયાલિસિસ પરની લાંબા ગાળાની નિર્ભરતાથી મુક્તિ મળે છે અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.
