Sonam Wangchuk On Aamir Khan : સોનમ વાંગચુક એક્ટિવિસ્ટ, શિક્ષિકા અને પર્યાવરણવિદ છે. સોનમ વાંગચુકે આખરે ફિલ્મ પ્રોડ્યુસર અને અભિનેતા આમિર ખાનના એ દાવા વિશે પ્રતિક્રિયા આપી છે, જેમા તેમણે કહ્યું હતું કે ફિલ્મ મેકર રાજકુમાર હીરાણીની 2009માં રજૂ થયેલી હિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં એનું પ્રખ્યાત પાત્ર ‘ફુંસુક વાંગડુ’ એના પર આધારિત નથી
આમિર ખાને 3 ઇડિયટ્સ ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા ઓમી વૈધે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે વાંગડુનું પાત્ર વાંગચુક પર આધારિત છે. પરંતુ આમિરે એવો દાવો કર્યો હતો કે વૈદ્ય ખોટો છે, તે પોતે હીરાણી અને સહ લેખક અભિજાત જોશી એ સમયે વાંગચુકને ઓળખતા પણ નહોતા.
હવે આમિરના દાવા બાદ અભિનેતાનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ફરી સામે આવ્યો છે, જેમાં તે ‘3 ઇડિયટ્સ’ની રિલીઝ પહેલા વાંગચુકને મળતો જોવા મળ્યો હતો. આમિરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સોનમ વાંગચુકે મજાક કરી હતી કે કદાચ આ મુલાકાત બાદ આમિરને શોર્ટ ટર્મ મેમેરી લોસ થઇ છે.
સોનમ વાંગચુકે શું કહ્યું?
પ્રખર ગુપ્તાના પોડકાસ્ટ પર સોનમ વાંગચુકે કહ્યું કે, જે વીડિયો સામે આવ્યા છે તેમાં તેઓ ગજની લુકમાં મારું ભાષણ જોઈ રહ્યા હતા. કદાચ તે ગજિનીના પાત્રમાં હોવાને કારણે તેને શોર્ટ ટર્મ મેમેરી લોસ થઇ ગઇ હશે. કદાચ બની શકે 15 મિનિટ પછી તે અમારી મુલાકાત ભૂલી ગયો હશે. તેથી મને આશ્ચર્ય નથી. ”
સોનમ વાંગચુકે એમ પણ કહ્યું હતું કે તે સમયે ન માત્ર આમિર ખાન સાથે મુલાકાત થઇ, પરંતુ તેની સાથે વિગતવાર વાતચીત પણ કરી હતી. “લોકો કહે છે કે તેઓ તેમના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે. તેથી, કદાચ જ્યારે તેમણે મને એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ લેતા જોયો, જેમા તે પણ સામેલ હતા, ત્યારે તે ‘ગજિની’ના પાત્રમાં બહુ જ ડૂબી ગયા હશે. બાય ધ વે, અમે ઘણા બધા વિચારો પર ચર્ચા કરી હતી. ”
ફુંસુક વાંગડુના પાત્ર વિશે વાંગચુકે શું કહ્યું?
જો કે, સોનમ વાંગચુકે સ્પષ્ટતા કરી હતી કે ફુનસુક વાંગડુનું પાત્ર સંપૂર્ણપણે તેના પર આધારિત છે એવો દાવો તેઓ કરી શકતા નથી. એક્ટિવિસ્ટ હસીને કહે છે, “આને આપણે પ્રભાવ અથવા પ્રેરણા કહીએ છીએ, બરાબર ને? બની શકે કે તે કદાચ બધા વિચારો સાથે પોતાના લેખકો પાસે ગયા હશે અને સ્ક્રિપ્ટ બદલી નાંખી હશે. સ્ક્રિપ્ટ પહેલેથી જ ત્યાં હતી. તેઓએ અજાણતાં આ કર્યું હશે અને લેખકોને ખબર પણ નહીં હોય કે આ વિચાર ક્યાંથી આવ્યો છે. મને તેની સાથે કોઈ સમસ્યા નથી, પછી ભલે ગમે તે હોય. ”
આ પણ વાંચો | રાઝ ફિલ્મની હિરોઇનની જિંદગીના રાઝ પરથી પડદો ઉઠ્યો, જાણો ક્યાં હતી આટલા વર્ષો સુધી
ફિલ્મ 3 ઇડિયટ્સમાં આમિર ખાને ફુનસુક વાંગડુનો રોલ કર્યો હતો, જે સોનમ વાંગચુકની જેમ લેહ, લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણવિદ છે, જેમની ઓળખ ફિલ્મના ક્લાઇમેક્સ સુધી છુપાયેલી રહે છે. અગાઉ તે રેંચોના પાત્રમાં જોવા મળે છે, જે ખૂબ જ હોશિયાર હોય છે અને તે ભારતની એક મોટી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાના નામે ડિગ્રી મેળવે છે.
