Diljit Dosanjh Ahmedabad Live performance : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરને શનિવારે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. અમદાવાદમાં પર્ફોમન્સ કરી રહેલા દિલજીત દોસાંઝને તેની એક વિદેશી ચાહકે સ્ટેજ પર સૌની સામે ગાલ પર કિસ કરી હતી. જેના પર સિંગની પ્રતિક્રિયા જોવા જેવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દિલજીત દોસાંઝે વિદેશી મહિલાને સ્ટેજ પર બોલાવી
એક વિદેશી મહિલાને ડાન્સ કરતી જોઈને દિલજીતે તેને સ્ટેજ પર બોલાવી હતી. તેણીએ સિંગર સાથે સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેને ખુશીથી ડાન્સ કરતા જોઈને દિલજીતે કહ્યું આનાથી વધારે સારી વાત શું હશે આ દરમિયાન પ્રશંસકે અચાનક દિલજીતના ગાલ પર કિસ કરી હતી. જેથી સિંગર ચકિત થઇ ગયો હતો.
આ ઘટનાના પછી દિલજીતનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. તેણે તે મહિલા ચાહકનો પ્રેમ ખૂબ આદર સાથે સ્વીકાર્યો અને બદલામાં તેને ભેટ આપી હતી. સિંગરની પ્રતિક્રિયા જોઈને આખું સ્ટેડિયમ લોકોની ચીસો સાથે ગુંજતું હતું. કોન્સર્ટનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો ચર્ચામાં રહ્યો છે.
21 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલા આ કોન્સર્ટના ઘણા વીડિયો સામે આવ્યા છે. દિલજીતના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનેક યાદગાર ક્ષણોના વીડિયો અને ફોટા શેર કરવામાં આવ્યા છે. તેમાંથી એક આ હતો. એક વીડિયોમાં એક કપલે સ્ટેજ પર પોતાના સાથીને પ્રપોઝ કર્યું હતું.
આ પણ વાંચો – વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવું જોઈએ
ઔરા ઇન્ડિયા ટૂર 2026ના ત્રણ કોન્સર્ટ યોજાયા
અત્યાર સુધીમાં ઔરા ઇન્ડિયા ટૂર 2026ના ત્રણ કોન્સર્ટ યોજાઈ ચૂક્યા છે. પ્રથમ શો દિલ્હીમાં યોજાયો હતો, ત્યારબાદ ઇન્દોર અને અમદાવાદમાં યોજાયા હતા. દિલજીત દોસંઝ આ ટૂર પર આગામી કોન્સર્ટ 27 નવેમ્બરે મુંબઈમાં મહાલક્ષ્મી રેસ કોર્સ ખાતે યોજશે.
