Adani CNG Worth Hike : અદાણી સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીમાં તોતિંગ ભાવ વધારો ઝીંકતા મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાની પરેશાની વધી ગઇ છે. આજે 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણી સીએનજીના ભાવમાં એક જ ઝાટકે ₹ 4.45નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે અદાણી સીએનજીની કિંમત પ્રતિ કિલો ₹ 98.47 થઇ છે. ગેસના ભાવ વધતા સીએનજી રિક્ષા, કારમાં મુસાફરી મોંઘી થશે.
મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને સપ્લાય ઘટવાથી ઇંધણના ભાવ વધ્યા છે. ભારતમાં પડતર ખર્ચ વધતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધવાનું જોખમ તોળાઇ રહ્યું છે.
અદાણી એ 2026માં 8 વખત CNGના ભાવ વધાર્યા
ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે 2026માં 8 વખત સીએનજીના ભાવ વધાર્યા છે. આ વર્ષ 2026માં અદાણી CNG અધધધ… ₹ 17.91 મોંઘો થયો છે.
| તારીખ | ભાવ વધારો |
| 23 ઓક્ટોબર 2026 | ₹ 4.45 |
| 1 ઓગસ્ટ 2026 | ₹ 4.00 |
|
19 જુલાઇ 2026 |
₹ 2.00 |
| 27 મે 2026 | ₹ 2.00 |
| 16 મે 2026 | ₹ 2.25 |
| 2 એપ્રિલ 2026 | ₹ 1.50 |
| 7 ફેબ્રુઆરી 2026 | ₹ 0.50 |
| 1 જાન્યુઆરી 2026 | ₹ 1.21 |
CNG રિક્ષા કાર ચલાવવી મોંઘી થઇ. સ્કૂલ વાનના ભાડાં વધશે
ગેસના ભાવ વધતા સીએનજી રિક્ષા અને કાર ચલાવવી મોંઘી થઇ છે. સીએનજીના ભાવ વધતા સીએનજી રિક્ષા ચાલકો પર આર્થિક બોજો પડશે. બીજી બાજુ સીએનજી સ્કૂલ વાન અને રિક્ષા ભાડાં પણ મોંઘી થઇ શકે છે.
