ગણેશ ચતુર્થી રેસીપી, પ્રસાદ માટે મોદક ખીર કેવી રીતે બનાવવી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Ganesh Chaturthi Bhog Recipe : ગણેશ ચતુર્થી તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન, લોકો તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને વિધિવત્ત પૂજા કરે છે. ગણેશ ચતુર્થી દરમિયાન લોકો વિવિધ પ્રકારના મોદલ લાડુ બનાવી ભગવાન ગણેશને ભોગ અર્પણ કરે છે. 

ગણપતિ દાદાને મોદલ અતિ પ્રિય છે. મોદક વાળી ખીર એક લોકપ્રિય વાનગી છે, જે ગણપતિ દાદાને ભોગમાં ધરાવવામાં આવે છે. મોદક ખીર બનાવવામાં વધુ સમય લાગતો નથી. જો યોગ્ય રીતે બનાવવામાં આવે છે, તો તે એકદમ સ્વાદિષ્ટ બને છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થી પર ઓછા સમયમાં મોદક ખીર કેવી રીતે બનાવવી.

મોદક વાળી ખીર બનાવવા માટે સામગ્રી

  • 1 લિટર ફુલ ક્રીમ દૂધ 
  • 4 ચમચી ચોખા 
  • 4 – 5 મોદક (વૈકલ્પિક)
  • 1/2 કપ તાજું અથવા કોપરું છીણેલું
  • 1/2 કપ ગોળ
  • 8-10 કાજુ
  • 8-10 બદામ
  • 1/2 ચમચી એલચી પાવડર 
  • 1 ચમચી ઘી
  • 5-6 કેસરના તાંતણા

મોદક ખીર કેવી રીતે બનાવવી?

સૌ પ્રથમ ચોખાને સારી રીતે ધોઈને પાણીમાં 15 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી, પાણી કાઢી ચોખા બરછટ પીસી લો. તેનાથી ખીર ઝડપથી ઘટ્ટ થઈ જાય છે. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ મધ્યમ તાપે ઉકાળો. દૂધ ઉકાળે પછી ગેસની આંચ ઓછી કરો અને બરછટ ચોખા ઉમેરો. ચોખા ધીમા તાપે રાંધવાના હોય છે. ચોખા તળિયે ચોંટી ન જાય તેની માટે સમયાંતરે દૂધ હલાવતા રહો.

હવે એક કઢાઇમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં નારિયેળનું છીણ 1 થી 2 મિનિટ સુધી સામાન્ય ફ્રાય કરો. નાળિયેળની છીણને વધારે શેકવાની જરૂર નથી. હવે તેને ખીરમાં નાખો. જ્યારે ચોખા સારી રીતે રધાઈ જાય અને ખીર ઘટ્ટ થવા માંડે ત્યારે ગેસ ધીમો કરી દો. હવે દૂધમાં ગોળ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો. એક વાત ધ્યાનમાં રાખો કે ગોળ ઉમેરતી વખતે, ગેસની આંચ ઓછી રાખવી, નહીં તો દૂધ ફાઇટ શકે છે. જો તમે મોદકનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન મોદકના નાના નાના ટુકડા કરીને ઉમેરો. ધ્યાનમાં રાખો કે મોદક મીઠા હોય છે, તેથી ગોળની માત્રા ઓછી રાખો. ત્યારબાદ કાજુ, બદામના ટુકડા અને એલચી પાવડર ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.

હવે અડધી વાટકી દૂધમાં કેસરને પલાળી દો અને પછી તેને ખીરમાં ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 2-3 મિનિટ સુધી રાંધો અને ગેસ બંધ કરી લો. ખીર બહુ ઘટ્ટ ન હોવી જોઈએ. જ્યારે તે ઠંડુ થાય છે ત્યારે તે આપમેળે ઘટ્ટ થાય છે. તમારી મોદક ખીર તૈયાર છે. 

હવે મોદક ખીરને એક બાઉલમાં કાઢો, તેની ઉપર નારિયેળની છીણ અને કાજુ બદામના ટુકડા વડે ગાર્નિશ કરો. આ મોદક ખીર ભગવાન ગણેશને અર્પણ કરી શકો છો. આ રીતે તમે ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન ગણપતિ બાપ્પા માટે ઘરે સરળતાથી મોદક ખીર તૈયાર કરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *