Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ યથાવત્ છે. વરસાદના કારણે ચારેય બાજુ પાણી જ પાણી નજરે પડે છે. શુક્રવારને 24 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 253 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 12.17 ઇંચ અને રાધનપુર તાલુકામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો છે.
253 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 24 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 253 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાંતલપુરમાં 12.17 ઇંચ, રાધનપુરમાં 9.25 ઇંચ, ભાભરમાં 7.09 ઇંચ, દિઓદરમાં 6.73 ઇંચ, દાંતીવાડામાં 6.85 ઇંચ, મહેમદાવાદમાં 6.69 ઇંચ, થાનગઢમાં 6.46 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 6.22 ઇંચ, નડિયાદમાં 5.43 ઇંચ અને ધનસુરામાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના કુલ 2 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ, 13 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 21 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ, 53 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 106 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત
25 જુલાઇની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 જુલાઇને શનિવારે ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અરવલ્લી, મહિસાગર અને ખેડામાં રેડ એલર્ટ સાથે અંત્યત ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, આણંદ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરુચમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
25 જુલાઈએ અમદાવાદની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 25 જુલાઈ, 2026ને શનિવાર ના રોજ અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ ખાનગી શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવામાં આવશે
