Monsoon Well being Suggestions For Increase Immunity : ચોમાસાની સીઝન વરસાદની સાથે સાથે ઘણી બીમારીઓ પણ લાવે છે. વરસાદમાં પલળવાથી શરદી ઉધરસ, તાવ, મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થવાનો ડર રહે છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠંડા અને ભેજ વાળા વાતાવરણમાં શરીરને સ્વસ્થ્ય રાખવું જરૂરી છે.
જો તમને ચોમાસામાં શરીરમાં અસ્વસ્થતા અને માંદગીનો અનુભવ થતો હોય તો અમુક ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે અને બીમારીથી બચાવશે.
હળદરવાળું દૂધ
દૂધ શરીર માટે સંપૂર્ણ પોષણ આહાર છે. જો તેમા હળદર ઉમેરીને ઉમેરવામાં આવે તો શરીરને વધુ ફાયદો થાય છે. હળદરમાં ઘણા એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે શરીરને ગરમી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમને શિયાળો હોય કે ચોમાસું શરદી ઉધરસ, શરીરમાં દુખાવો હોય તો રાતે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું જોઇે.
એક વાતનું ધ્યાન રાખો હળદરવાળું દૂધનું સેવન કર્યા બાદ અડધા થી એક કલાક સુધી પાણી પીવાનું ટાળો, હળદરવાળું દૂધ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં વર્ષોથી ઘરેલું નુસ્ખા તરીકે પ્રચલિત છે.
આયુર્વેદિક ઉકાળો
ચોમાસામાં શરદી ઉધરસ હોય તો એન્ટિબાયોટિક દવાના બદલે આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ. શુદ્ધ પાણીમાં તુલસીના પાન, આદુ, હળદર, મધ, કાળા મરી, લવિંગ નાંખી ધીમા તાપે ઉકાળો બનાવવામાં આવે છે. આ ઉકાળોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીથી બચાવ થાય છે. જો કે આયુર્વેદિક ઉકાળોનું સેવન સાવધાની સાથે કરવું જોઇએ. વધારે ઉકાળાથી શરીરમાં ગરમી, છાતમાં બળતરા અને પેટની સમસ્યા થઇ શકે છે.
આદુ ગોળની ગોળી
ગોળ આદુની ગોળીની શરદી, ઉધરસ અને ગળાની ખારાશ મટાડવામાં મદદરૂપ થાય છે. તેની માટે આદુ અને ગોળને છીણીને મિક્સ કરો, તેમાથી નાની નાની ગોળી બનાવો. તેનું સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે સેવન કરો. તાજા આદુના બદલે સૂંઠ પાઉડર પણ વાપરી શકાય છે. આદુ અને ગોળ શરીરને ગરમ રાખી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ત્રિફળા ચૂર્ણ
ત્રિફળા ચૂર્ણ આયુર્વેદમાં શરીરના સ્વાસ્થ્ય માટે બહુ લાભકારક માનવામાં આવ્યું છે. હરડે, આમળા અને બહેડાના મિશ્રણ માંથી બનેલું ત્રિફળા ચૂર્ણ પાચન તંત્ર સુધારે છે, કબજિયાત મટાડી શરીરને તંદુરસ્ત રાખે છે. વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હર્બલ ટી
ચાર ભારતીયોનું મનપસંદ પીણું છે. જો ચા બનાવતી વખતે આયુર્વેદિક જડીબુટી ઉમેરવામાં આવે તો તે હર્બલ ટી બની જાય છે. એક વાસણમાં પાણી અને ચાની ભુક્કી નાંખી, તેમા તુલસીના પાન, આદુ ફુદીનાના પાન, તજ, લવિંગ અને ગોળ નાંખી ઉકાળો. આ હર્બલ ટી એક કપમાં ગાળી લો અને ધીમે ધીમે ચુસ્કી લઇને પીવો. સવાર અને સાંજે હર્બલ ટી પીવાથી તન અને મનને આરામનો અનુભવ થશે.
