ગુજરાતમાં વહીવટી તંત્રએ કરી મોટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને બઢતીના આદેશ

ગુજરાતમાં વહીવટી તંત્રએ કરી મોટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને બઢતીના આદેશ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


GAD SO Switch order: તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા આઈએએસ અધિકારીઓની મોટાપાયે બદલી કર્યા બાદ આજે ગુરુવારે ફરીથી વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સેક્શન અધિકારીઓ અને ડે.સેક્શન અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. 

GAD એ જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને સેક્શન અધિકારી તરીકે બઢતી આપીને અલગ-અલગ વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  27 મે, 2026ના રોજ મોડીસાંજે જાહેર કરાયેલા આ સામૂહિક બદલી અને બઢતીના આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે. 

નીચે આપેલી પીડીએફમાં જુઓ કોને બઢતી મળી છે અને કોને બદલી મળી છે

ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ નિર્ણય પાછળ સરકારના સરકારી વહીવટ અને વિકાસકાર્યોમાં વધુ ગતિ લાવવા તેમજ વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બઢતી મેળવનારા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *