જન્માષ્ટમી પર ભગવાનને ધરો કેકનો ભોગ, ઓરેંજ બદામ કેક રેસીપી આ રહી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | રેસીપી | જન્માષ્ટમીના પાવન પર્વ પર બાલ ગોપાલને ભોગ ધરાવવા કે ઉત્સવની ઉજવણીને ખાસ બનાવવા માટે ઓરેન્જ બદામ કેક એક ઉત્તમ વિકલ્પ છે. તાજી નારંગીની સુગંધ, ઓરેન્જ ઝેસ્ટનો ખાટો-મીઠો સ્વાદ અને બદામનો પૌષ્ટિક ટેસ્ટ આ કેકને એકદમ રોયલ અને સ્વાદિષ્ટ બનાવે છે.

બ્રાઉન બટર અને દહીંના મિશ્રણથી બનતી આ કેક ટેક્સચરમાં ખૂબ જ સોફ્ટ, મોઇસ્ટ અને મલાઈદાર બને છે. ઈંડા વગર બનતી આ વાનગી કાન્હાના ભોગ માટે એકદમ પરફેક્ટ છે, અહીં જાણો ઓરેંજ બદામ કેક રેસીપી

ઓરેંજ બદામ કેક રેસીપી 

સામગ્રી 

  • 100 ગ્રામ કેસ્ટર સુગર
  • 50 ગ્રામ સુગર
  • ઓરેન્જ છાલ
  • 100 ગ્રામ બ્રાઉન બટર
  • 70 ગ્રામ દહીં
  • વેનીલા અર્ક 1 ચમચી
  • 150 ગ્રામ લોટ
  • 30 ગ્રામ બદામનો લોટ
  • 1 ચમચી બેકિંગ પાવડર
  • 1/2 ચમચી બેકિંગ સોડા
  • 120 મિલી દૂધ
  • 60 મિલી નારંગીનો રસ
  • બદામના ટુકડા

ઓરેંજ બદામ કેક બનાવવાની રીત 

ઓવનને  પ્રી-હીટ કરવા મૂકો અને કેક મોલ્ડને તેલ કે બટરથી ગ્રીસ કરી તેના પર બટર પેપર લગાવી દો.

એક બટર, કેસ્ટર સુગર, સાધારણ સુગર અને નારંગીની છાલનો છીણ (ઓરેન્જ ઝેસ્ટ) ઉમેરી 2-3 મિનિટ બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં તાજું દહીં, વેનીલા અર્ક અને નારંગીનો રસ ઉમેરી બરાબર ફેંટીને સ્મૂધ મિશ્રણ તૈયાર કરી લો.

એક ચાળણી વડે સાદો લોટ, બદામનો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળીને તૈયાર ભીના મિશ્રણમાં ઉમેરો. હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરતા જઈ કટ-એન્ડ-ફોલ્ડ મેથડથી એકરસ અને સોફ્ટ બેટર તૈયાર કરો.

કેક બેટરને ગ્રીસ કરેલા કેક મોલ્ડમાં રેડી ઉપર બદામના ટુકડા પાથરી દો. ઓવનમાં 180°C પર ૩૫ થી 40 મિનિટ માટે બેક કરો. કેક ઠંડી થાય એટલે ડિમોલ્ડ કરી સ્લાઈસમાં કાપી કાન્હાને ભોગ ધરાવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *