જીવનશૈલી | રેસીપી | જન્માષ્ટમીના પાવન પર્વ પર બાલ ગોપાલને ભોગ ધરાવવા કે ઉત્સવની ઉજવણીને ખાસ બનાવવા માટે ઓરેન્જ બદામ કેક એક ઉત્તમ વિકલ્પ છે. તાજી નારંગીની સુગંધ, ઓરેન્જ ઝેસ્ટનો ખાટો-મીઠો સ્વાદ અને બદામનો પૌષ્ટિક ટેસ્ટ આ કેકને એકદમ રોયલ અને સ્વાદિષ્ટ બનાવે છે.
બ્રાઉન બટર અને દહીંના મિશ્રણથી બનતી આ કેક ટેક્સચરમાં ખૂબ જ સોફ્ટ, મોઇસ્ટ અને મલાઈદાર બને છે. ઈંડા વગર બનતી આ વાનગી કાન્હાના ભોગ માટે એકદમ પરફેક્ટ છે, અહીં જાણો ઓરેંજ બદામ કેક રેસીપી
ઓરેંજ બદામ કેક રેસીપી
સામગ્રી
- 100 ગ્રામ કેસ્ટર સુગર
- 50 ગ્રામ સુગર
- ઓરેન્જ છાલ
- 100 ગ્રામ બ્રાઉન બટર
- 70 ગ્રામ દહીં
- વેનીલા અર્ક 1 ચમચી
- 150 ગ્રામ લોટ
- 30 ગ્રામ બદામનો લોટ
- 1 ચમચી બેકિંગ પાવડર
- 1/2 ચમચી બેકિંગ સોડા
- 120 મિલી દૂધ
- 60 મિલી નારંગીનો રસ
- બદામના ટુકડા
ઓરેંજ બદામ કેક બનાવવાની રીત
ઓવનને પ્રી-હીટ કરવા મૂકો અને કેક મોલ્ડને તેલ કે બટરથી ગ્રીસ કરી તેના પર બટર પેપર લગાવી દો.
એક બટર, કેસ્ટર સુગર, સાધારણ સુગર અને નારંગીની છાલનો છીણ (ઓરેન્જ ઝેસ્ટ) ઉમેરી 2-3 મિનિટ બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં તાજું દહીં, વેનીલા અર્ક અને નારંગીનો રસ ઉમેરી બરાબર ફેંટીને સ્મૂધ મિશ્રણ તૈયાર કરી લો.
દિવસભર એનર્જી રહેશે ! તેને નાસ્તા સાથે અથવા કોફીના વિકલ્પ તરીકે પીવો
એક ચાળણી વડે સાદો લોટ, બદામનો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળીને તૈયાર ભીના મિશ્રણમાં ઉમેરો. હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરતા જઈ કટ-એન્ડ-ફોલ્ડ મેથડથી એકરસ અને સોફ્ટ બેટર તૈયાર કરો.
કેક બેટરને ગ્રીસ કરેલા કેક મોલ્ડમાં રેડી ઉપર બદામના ટુકડા પાથરી દો. ઓવનમાં 180°C પર ૩૫ થી 40 મિનિટ માટે બેક કરો. કેક ઠંડી થાય એટલે ડિમોલ્ડ કરી સ્લાઈસમાં કાપી કાન્હાને ભોગ ધરાવો.
