Uncooked Banana Paratha Recipe : સવારે નાસ્તો હોય કે ડિનર ઘરોમાં બટાકા, કોબી અથવા પનીર પરાઠા ઘણીવાર બનાવવામાં આવે છે. પરંતુ દર વખતે એક જ પ્રકારના પરોઠા ખાવાથી કંટાળો આવે છે. આવી સ્થિતિમાં માત્ર બાળકો જ નહીં પરંતુ મોટા લોકો પણ કંઈક અલગ માંગ કરે છે. જો તમે કંઇક અલગ અને હટકે બનાવવા માંગતા હોય તો આ વખતે તમે કેળાના પરોઠા ટ્રાય કરી શકો છો. આ માટે તમારે કાચા કેળાની જરૂર પડશે. તેનો ઉપયોગ સ્વાદિષ્ટ અને મસાલેદાર પરોઠા બનાવવા માટે થઈ શકે છે.
કેળા કાચા કે પાકેલા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કાચા કેળાની શાકભાજી ઘણીવાર ઘરોમાં બનાવવામાં આવે છે અથવા તેની ચિપ્સ પણ ખૂબ પસંદ આવે છે. પરંતુ તેના પરોઠાનો સ્વાદ વધુ સારો છે. તે સામાન્ય પરોઠાની જેમ જ બનાવવામાં આવે છે, પરંતુ આમચૂરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનો સ્વાદ ચટપટો બને છે.
સામગ્રી
- ઘઉંનો લોટ : 200 ગ્રામ
- કાચા કેળા : ચારથી પાંચ
- લીલા ધાણા (ઝીણા સમારેલા )
- આદુ : એક ઇંચ
- લીલા મરચાં : ત્રણથી ચાર
- લસણ : છ થી સાત કળી
- આમચૂર પાઉડર : એક ચમચી
- અજમો : એક ચમચી
- કસૂરી મેથી: એક ચમચી
- મીઠું : સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પ્લેટમાં ઘઉંનો લોટ લો અને તેમાં થોડું મીઠું, અજમો અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને નવશેકા પાણીથી મસળીને થોડા સમય માટે ઢાંકી રાખો. આ દરમિયાન કાચા કેળાને ધોઈને પ્રેશર કુકરમાં નરમ થાય ત્યાં સુધી ઉકાળી લો. જ્યારે ઠંડા થઈ જાય ત્યારે છાલને દૂર કરો અને અંદરના કેળાને તમારા હાથથી મસળી લો, જેથી તેમાં કોઈ ટુકડા ન રહે. તે પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં, આમચુર પાવડર, લીલા ધાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
મેથીને રસોડામાં અથવા ટેરેસ ગાર્ડનમાં સરળતાથી ઉગાડી શકાય છે, જાણો રોપવાની સાચી રીત
તે પછી ગૂંથેલા લોટની નાની-નાની લોઇયા બનાવો. હવે રોલિંગ પિનની મદદથી સપાટ કરી તેની પર કેળાના કાચા મિશ્રણને ચારે બાજુ ફેલાવી લો. તે પછી બીજી લોઇયાને સપાટ કરી તેને ઉપર મૂકીને રોલિંગ પિનની મદદથી ધીમે ધીમે દબાવીને સપાટ કરી લો.
રોલિંગ પિન વડે બંને રોટલીની ધાર દબાવવાનો પ્રયાસ કરો અને તેમને એકસાથે ચોંટાડો. તેને ગરમ પેન પર શેકી લો અને જ્યારે તે એક બાજુથી શેકાઇ જાય ત્યારે તેને પલટાવી તેની ઉપર દેશી ઘી અથવા માખણની પેસ્ટ લગાવી બીજી બાજુ એ જ રીતે દેશી ઘી લગાવો. આ રીતે બધા પરોઠા તૈયાર કરો. તેને દહીં, રાઇટા અથવા ચટણી સાથે ગરમા ગરમ પીરસો.
