WPL 2026 MI vs GG Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સનો પ્લેઓફમાં પ્રવેશ

WPL 2026 MI vs GG Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સનો પ્લેઓફમાં પ્રવેશ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


WPL 2026 Mumbai Indians vs Gujarat Giants Match Updates : એશ્લે ગાર્ડનરના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 11 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 167 રન બનાવી લીધા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાતે 10 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્લોલિફાય કરી લીધું છે. હરમનપ્રીત કૌરે 48 બોલમાં અણનમ 82 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી પણ ટીમને જીત અપાવી શકી ન હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગ પોઇન્ટ ટેબલ અને પર્પલ કેપ – ઓરેન્જ કેપ લિસ્ટ અહીં વાંચો

મુંબઈ ઈન્ડિયન્સ : હેલી મેથ્યુસ, સજીવન સંજના, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, અમેલિયા કેર, રાહિલા ફિરદોસ, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, વૈષ્ણવી શર્મા.

  • Jan 30, 2026 23:10 IST

    WPL 2026 MI vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સનો પ્લેઓફમાં પ્રવેશ

    એશ્લે ગાર્ડનરના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 11 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 167 રન બનાવી લીધા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાતે 10 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્લોલિફાય કરી લીધું છે. હરમનપ્રીત કૌરે 48 બોલમાં અણનમ 82 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી પણ ટીમને જીત અપાવી શકી ન હતી

  • Jan 30, 2026 23:05 IST

    WPL 2026 MI vs GG LIVE : હરમનપ્રીત કૌરના અણનમ 82 રન

    હરમનપ્રીત કૌરના 48 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 82 રન. હરમનપ્રીત કૌરે લડાયક ઇનિંગ્સ રમી હોવા છતા ટીમને જીત અપાવી શકી ન હતી.

  • Jan 30, 2026 22:00 IST

    WPL 2026 MI vs GG LIVE : નેટ સાયવર બ્રન્ટ આઉટ

    સજીવન સજના 25 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 26 રને કાશ્વી ગૌતમીનો શિકાર બની. નેટ સાયવર બ્રન્ટ 6 બોલમાં 2 રને સોફી ડિવાઇનની ઓવરમાં કેચ આઉટ થઇ. મુંબઈએ 37 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Jan 30, 2026 21:39 IST

    WPL 2026 MI vs GG LIVE : હેલી મેથ્યુસ આઉટ

    હેલી મેથ્યુસ 8 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી સોફી ડિવાઇનની ઓવરમાં બોલ્ડ થઇ. મુંબઈએ 23 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Jan 30, 2026 21:09 IST

    WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઇન્ડિયન્સને 168 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 19 મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 167 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 168 રનનો પડકાર મળ્યો છે.

  • Jan 30, 2026 21:09 IST

    WPL 2026 MI vs GG LIVE : એશ્લે ગાર્ડનરના 46 રન

    એશ્લે ગાર્ડનર 28 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 46 રને એમેલિયા કેરનો શિકાર બની. જ્યોર્જિયા વેરહામના 26 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 44 રન.

  • Jan 30, 2026 20:44 IST

    WPL 2026 MI vs GG LIVE : અનુષ્કા શર્મા 33 રને આઉટ

    અનુષ્કા શર્મા 31 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 33 રન બનાવી એમેલિયા કેરનો શિકાર બની. સોફી ડિવાઇન 21 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી નેટ સાયવર બ્રન્ટની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાતે 71 રને 3 વિકેટ ગુમાવી.

  • Jan 30, 2026 19:58 IST

    WPL 2026 MI vs GG LIVE : બેથ મૂની આઉટ

    બેથ મૂની 8 બોલમાં 5 રન બનાવી ઇસ્માઇલની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાત જાયન્ટ્સે 21 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી.

  • Jan 30, 2026 19:10 IST

    WPL 2026 MI vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

  • Jan 30, 2026 19:10 IST

    WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    હેલી મેથ્યુસ, સજીવન સંજના, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, અમેલિયા કેર, રાહિલા ફિરદોસ, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, વૈષ્ણવી શર્મા.

  • Jan 30, 2026 19:09 IST

    WPL 2026 MI vs GG LIVE : ગુજરાતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 19 મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બન્ને ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયત્ન કરશે.

  • Jan 30, 2026 17:49 IST

    WPL 2026 MI vs GG LIVE : મુંબઈ વિ ગુજરાત વચ્ચે મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 19 મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બન્ને ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયત્ન કરશે. ગુજરાત 7 મેચમાં 8 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે મુંબઈ 7 મેચમાં 6 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *