શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવામાં આવે છે. પરંતુ નવસારીના જલાલપુરની એક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. જલાલપોરમાં આવેલ મહુવર પ્રાથમિક શાળાના દરવાજે શંકાસ્પદ ચીજ વસ્તુઓ જોવા મળી. શાળાના ગેટ પાસે લીંબુ, નારિયળ અને બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રીઓ જોવા મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. મહત્વનું છે કે રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા શાળાના પ્રવેશદ્વાર પાસે અંધશ્રદ્ધા ફેલાવતી વિધિ કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલે CCTV ફૂટેજ તપાસીને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. તો ગ્રામજનો દ્વારા પણ આવી ગેરપ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લેવાની માગણી ઉચ્ચારી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *