યુએઈમાં રહેતા ભારતીય પ્રવાસીઓને હવે તેમના ઘરેથી જ તેમના પાસપોર્ટ રિન્યુ કરાવવાની સુવિધા મળશે. BLS ઇન્ટરનેશનલની જગ્યાએ નવી સેવા પ્રદાતા દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવશે. UAEમાં ભારતીય દૂતાવાસ માટે કોન્સ્યુલર સેવાઓ પ્રદાતા તરીકે BLS ઇન્ટરનેશનલ પાસેથી જવાબદારી સંભાળવા માટે તૈયાર અલ્હિંદ ગ્રુપ હાલમાં એક એવી સેવાનું પરીક્ષણ કરી રહ્યું છે જે ભારતીયોને તેમના ઘરની બહાર પગ મૂક્યા વિના તેમના પાસપોર્ટ રિન્યુ કરાવવાની સેવા આપશે.
ખલીફ ટાઇમ્સના અહેવાલ મુજબ, અલ્હિંદ ગ્રુપ 1 જુલાઈ, 2026 થી તમામ અમીરાતમાં 16 કેન્દ્રો ચલાવશે. આ ગ્રુપે તેની સેવાની વિશેષતાઓ પ્રકાશિત કરી છે જેમ કે ઘટાડો થયેલ રાહ જોવાનો સમય યુનિફોર્મ ફી અને દેશના ભારતીય સમુદાય માટે તેના પ્રકારનો પ્રથમ ઘર-આધારિત પાસપોર્ટ રિન્યુ પાઇલટ પ્રોજેક્ટ, જેની સંખ્યા 4 મિલિયનથી વધુ છે.
ઘર-આધારિત પાસપોર્ટ રિન્યૂઅલ પ્રોજેક્ટ
યુએઈમાં અલહિંદના ઓપરેશન્સ મેનેજર અરુણ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, “અમે સ્થાનો નક્કી કરી લીધા છે અને દૂતાવાસ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. અમે હવે કેટલાક અંતિમ પેપર વર્ક પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બધા સ્થાનોની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવશે. અમને અપેક્ષા છે કે 15 જૂન સુધીમાં બધી ઓફિસો સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે જેથી અમે 1 જુલાઈથી કોન્સ્યુલર સેવાઓ શરૂ કરી શકીએ.”
બેંગલુરુ નજીક આવેલું છે આ મિની માલદીવ, સસ્તા બજેટમાં માણો સ્કૂબા ડ્રાઇવિંગ અને અંડરવોટર એડવેન્ચરની મજા!
અલહિંદ યુએઈના તમામ અમીરાતમાં 16 કેન્દ્રો ચલાવશે, જેમાં અબુ ધાબી, દુબઈ, કાલબા, ખોર ફક્કન અને ફુજૈરાહનો સમાવેશ થાય છે. આમાંથી સૌથી મોટું કેન્દ્ર બર દુબઈમાં ખુલશે. જે 12,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને 45 થી વધુ કાઉન્ટર ધરાવે છે.
અપોઈમેન્ટ વિના લોકો પાસપોર્ટ કેન્દ્રો પર આવી શક્શે
અરુણે કહ્યું કે, “અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકો સરળતાથી એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકે અને મૂળભૂત સેવાઓ પર વધુ પડતો ખર્ચ કરવાની ફરજ ના પડે. અમારું લક્ષ્ય જનતા માટે કોન્સ્યુલર સેવાઓ શક્ય તેટલી સરળ બનાવવાનું છે. વધુમાં દૂતાવાસના નિયમો અનુસાર, કોઈપણ માતા-પિતા તેમના નવજાત બાળક માટે પાસપોર્ટ મેળવવા માંગતા હોય તે પૂર્વ એપોઇન્ટમેન્ટ વિના કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.”
અલહિંદ એક એવી સેવાનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે ભારતીયોને તેમના ઘર છોડ્યા વિના તેમના પાસપોર્ટ રિન્યુ કરવાની મંજૂરી આપશે. અરુણે જણાવ્યું, “અમે આ સેવાનું ટેસ્ટિંગ કરવા માટે લેટ્સ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો બધું યોજના મુજબ આગળ વધશે તો અમે તેને સામાન્ય લોકો માટે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરી શકીશું. હાલમાં પરીક્ષણ આશાસ્પદ લાગે છે. હાલમાં પરીક્ષણ ચાલી રહેલા મોડેલ હેઠળ, અરજદારો તેમની વિગતો ઓનલાઈન સબમિટ કરશે અને સ્ટાફ સભ્યો વધારાના દસ્તાવેજો અથવા બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા માટે તેમના ઘરે જશે.”
