India vs New Zealand ODI Collection: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરેને બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાશે. ટી20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ વન ડે શ્રેણી પણ જીતવા પ્રયત્ન કરશે રહેશે. બધાની નજર ફરી એકવાર વન ડે માં વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. શુભમન ગિલ પહેલી ત્રણ વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ ઐયર છેલ્લી બે મેચમાં ટીમનું નેતૃત્વ કરશે, જે દરમિયાન વિકેટકીપર કુમાર કુશાગ્ર પણ ટીમમાં જોડાશે.
વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી
વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી થઇ રહી છે, જેઓ ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી હવે ફક્ત આ ફોર્મેટમાં જ રમે છે. બંને ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની શ્રેણીનો ભાગ હતા, જેમાં રોહિતે 225 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ વન ડે શ્રેણીમાં તેની 55મી ODI સદી ફટકારી હતી.
ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે કેટલા વાગ્યે શરૂ થશે?
પ્રથમ વન ડે સ્થાનિક સમય (NZDT) મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. જેનો અર્થ છે કે ભારતના ચાહકો આ મેચને સવારે 7:30 (IST) થી જોઈ શકશે. ટોસ સવારે 7:00 વાગ્યે થશે. એટલે કે તમારે મેચ જોવા માટે સવારે વહેલું ઉઠવું પડશે. શ્રેણીની તમામ પાંચ વન ડે આ જ સમયે શરૂ થશે.
ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ વન ડે લાઇવ સ્ટ્રીમિંગ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે તમે ટીવી પર જોવા માંગો છો તો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાય છે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર પણ ઉપલબ્ધ રહેશે.
ભારતમાં વન ડે શ્રેણી ફ્રી માં કેવી રીતે જોવી?
ભારત વિ ન્યૂઝીલેન્ડ વન ડે શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં DD સ્પોર્ટ્સ પર ફ્રી માં જોઈ શકાય છે.
આ પણ વાંચો – વન ડેમાં ભારત વિ ન્યૂઝીલેન્ડ હેડ ટુ હેડ રેકોર્ડ, વિરાટ કોહલી મેળવશે ખાસ સિદ્ધિ, જાણો કાર્યક્રમ અને મેચનો સમય
ભારત અને ન્યૂઝીલેન્ડ સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ/શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.
ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લથામ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલે જેમિસન, જેકોબ ડફી.
