સંયુક્ત આરબ અમીરાતની સરકારી તેલ કંપની ADNOC એ જણાવ્યું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ તાત્કાલિક સમાપ્ત થાય તો પણ 2027 ના પહેલા કે બીજા ક્વાર્ટર પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલનો સંપૂર્ણ પ્રવાહ પુનઃસ્થાપિત થશે નહીં.
આથી સંકેત મળે છે કે ઈરાન-ઇઝરાયલ સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર પર અસર લાંબા ગાળાની હોઈ શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના તેલ પુરવઠાના 20% હિસ્સો ધરાવે છે. જોકે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઊર્જાના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ફુગાવો અને આર્થિક મંદીની આશંકા વધી છે.
બુધવારે એટલાન્ટિક કાઉન્સિલના એક કાર્યક્રમમાં બોલતા ADNOC ના CEO સુલતાન અલ જાબેરે જણાવ્યું હતું કે, “જો આ સંઘર્ષ કાલે સમાપ્ત થાય તો પણ સંઘર્ષ પહેલાના પુરવઠા સ્તરના 80% સુધી પહોંચવામાં ઓછામાં ઓછા ચાર મહિના લાગશે. 2027 ના પહેલા અથવા કદાચ બીજા ક્વાર્ટર પહેલાં સંપૂર્ણ પુરવઠો પુનઃસ્થાપિત થશે નહીં.”
સાઉદી અરેબિયાની તેલ કંપની, અરામકોના સીઈઓ, અમીન નાસેરે અગાઉ ચેતવણી આપી હતી કે જો વર્તમાન સ્થિતિ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે તો તેલ બજાર 2027 સુધી તેની પાછલી સ્થિતિમાં પાછું ફરી શકશે નહીં.
આગામી 20 વર્ષ સુધી BJP નો દબદબો રહેશે! એક્સિસ માય ઇન્ડિયાના પ્રદીપ ગુપ્તાની ‘મોટી ભવિષ્યવાણી’
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાન ચેકપોઇન્ટ સ્થાપિત કરીને નિરીક્ષણો કરીને અને કેટલાક કિસ્સાઓમાં ટેરિફ લાદીને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી રહ્યું છે. આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ યુ.એસ. અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ ઈરાને બદલો લીધો. આ વળતી કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો અને હોર્મુઝ સ્ટ્રેટની અંદર નાકાબંધી થઈ.
અલ જાબેરે જણાવ્યું કે આ સંઘર્ષે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં રહેલી નબળાઈઓને ઉજાગર કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં આશરે 30percentનો વધારો થયો છે, ખાતરના ખર્ચમાં 50percentનો વધારો થયો છે અને વિમાન ભાડા લગભગ 25% મોંઘા થઈ ગયા છે. તેમણે કહ્યુ કે, “દરેક ખેતર, દરેક ફેક્ટરી અને દરેક પરિવાર આની કિંમત ચૂકવી રહ્યો છે, સૌથી ભારે બોજ સમાજના સૌથી સંવેદનશીલ વર્ગો પર પડે છે.”
