OnePlusનો ધાસું ગેમિંગ ફોન લોન્ચ, 8600mAh બેટરી અને 16GB સુધી RAM

OnePlusનો ધાસું ગેમિંગ ફોન લોન્ચ, 8600mAh બેટરી અને 16GB સુધી RAM

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Oneplus Ace 6 Extremely Launch Worth : વનપ્લસ કંપનીએ ચીનમાં પોતાનો લેટેસ્ટ OnePlus Ace 6 Extremely સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ નવું ડિવાઇસ બ્રાન્ડના લેટેસ્ટ પર્ફોર્મન્સ ફોક્સ્ડ સ્માર્ટફોન લાઇનઅપમાં OnePlus Ace 6 અને Ace 6T સાથે જોડાઇ ગયું છે. આ ફોનમાં 1.5K રિઝોલ્યુશન વાળી AMOLED ડિસ્પ્લે મળે છે, જે 165Hz સુધી રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ફોનમાં મીડિયાટેક Dimensity 9500 ચિપસેટ, 16GB સુધી RAM અને 50 એમપીનો ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. જાણો લેટેસ્ટ વનપ્લસ Ace 6 અલ્ટ્રા ફોનની કિંમત અને તમામ ફીચર

OnePlus Ace 6 Extremely કિંમત

કિંમતની વાત કરીયે તો વનપ્લસ OnePlus Ace 6 Extremely ફોનના બેઝ વેરિયન્ટની કિંમત 3499 CNY (લગભગ 48,400 રૂપિયા) છે, જેમા 12GB RAM અને 256GB સ્ટોરેજ મળે છે. તો 12GB રેમ + 512GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 3799 CNY (લગભગ 52,500 રૂપિયા) છે. આ ફોનના 16GB + 256GB વેરિયન્ટની કિંમત 4,099 CNY (લગભગ 56,700 રૂપિયા) છે.

વનપ્લસ Ace 6 Extremely ફોનના 16GB + 512GB વેરિયન્ટની કિંમત 4,399 CNY (લગભગ 60,800 રૂપિયા) છે. આ હેન્ડસેટના ટોપ વેરિયન્ટની કિંમત CNY 5,099 (લગભગ 70,500 રૂપિયા) છે, જેમા 16GB RAM અને 1TB સ્ટોરેજ મળે છે.

OnePlus Ace 6 Extremely સ્પેસિફિકેશન

સ્પેસિફિકેશનની વાત કરીયે તો વનપ્લસ Ace 6 Extremely ફોનમાં 6.78 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. આ ડિવાઇસ 165Hz સુધી રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનની પીક બ્રાઇટનેસ 1,800 નિટ્સ સુધી છે. તેમા મીડિયાટેક Dimensity 9500 પ્રોસેસર છે, જેની પીક ક્લોક સ્પીડ 4.21GHz સુધી હોય છે. આ સ્માર્ટફોનમાં 16GB સુધીની LPDDR5x RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ પણ મળે છે.

OnePlus Ace 6 Extremely કેમેરા

ફોટોગ્રાફી માટે વનપ્લસ Ace 6 Extremely ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા છે, જેમા 50 એમપીનો પ્રાયમરી કેમેરા છે. કેમેરાનો અપર્ચર f/1.8 છે અને તેમા ઓટોફોક્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ મળે છે. સાથે જ આ ડિવાઇસમાં 112 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ વાળો 8 એમપીનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આવે છે. 

નવા વનપ્લસ ફોનમાં 20x સુધી ડિજિટલ ઝૂમ અને 60fps પર 4K વીડિયો રેકોર્ડિંગની સુવિધા પણ મળે છે. વીડિયો કોલ અને સેલ્ફી માટે 16 એમપીનો ફ્રન્ટ કેમેરા મળે છે. ઉપરાંત ફોનને પાવર આપવા માટે 8600mAh બેટરી આવે છે, જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | Vivo નો 7200mAh બેટરી સાથે નવો 5G ફોન લોન્ચ, 7200mAh બેટરી અને 50MP કેમેરા

ગેમિંગ કન્ટ્રોલર OnePlus ‘Gun God’ રજૂ

વનપ્લસ કંપનીએ આ ફોન સાથે સાથે OnePlus ‘Gun God’ રેમિંગ કન્ટ્રોલ પર રજૂ કર્યું છે. આ કન્ટ્રોલરની કિંમત CNY 449 (લગભગ 6,200 રૂપિયા) છે. તેમા એક એર્ગોનોમિક ગ્રિપ ડિઝાઇન મળે છે, જેનો ઉદ્દેશ્ય લાંબા સમય સુધી મોબાઇલ ગેમ કરવાને સરળ બનાવવાનો છે. આ ગેમિંગ કન્ટ્રોલર સ્માર્ટફોનથી હોરિઝોન્ટલ એટેચ થઇ જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *